HomeGujaratગુજરાત ગેસે સિરામિકના MGO રદ કરી દેતા ઉદ્યોગકારોએ કર્યા ધરણા,બાદમાં નિર્ણય રદ...

ગુજરાત ગેસે સિરામિકના MGO રદ કરી દેતા ઉદ્યોગકારોએ કર્યા ધરણા,બાદમાં નિર્ણય રદ કર્યો

ઉદ્યોગનગરી મોરબીમાં કોરોના મહામારી બાદ વધતા ગેસ બીલ ટ્રાન્સપોર્ટ ખર્ચ વીજળી બીલમાં ભાવ વધારા સહિતનીઅલગ અલગ ઉદ્યોગ બચવા પ્રયાસ કરી રહ્યા છે એવા સમયે મોરબીના સિરામિક ઉધોગને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા શરૂઆતથી જ ગેસ કરાર આધારિત આપવામાં આવતો હતો જોકે આ કરાર ગત તા.1 જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે તેવો ઈમેઈલ મોરબી સિરામિક એસોસીએશનને કર્યો હતો

આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી પ્રસરી ગઈ હતી અને મોરબી સિરામિક એસોસીએશનના અધિકારીઓ અને 500 જેટલા ઉધોગકારો ગુજરાત ગેસ કચેરીએ દોડી ગયા હતા. અને પહેલા ગુજરાત ગેસના અધિકારી સાથે બેઠક યોજી હતી. જોકે સ્થાનિક અધિકારીઓએ નિર્ણય અમદાવાદ હેડ ઓફિસથી લેવામાં આવ્યો હોય તેમની સાથે ચર્ચા કરવાનું કહી હાથ અદ્ધર કરી દીધા હતા. અધિકારીઓના જવાબબાદ ઉધોગકારો ગુસ્સે ભરાયા હતા અને તુરત જ કચેરી બહાર ધારણા કર્યા હતા અને સુત્રોચ્ચાર સાથે રામધુન બોલાવી હતી ઉધોગકારોના ગુસ્સાને પારખી ગયેલા ગેસ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને સરકાર તરફથી દબાણ આવતા અંતે આ નિર્ણય પરત લેવાની ફરજ પડી હતી અને 1 જાન્યુઆરીથી જે ઉધોગકારો એમજીઓ સાથે જોડાયેલ છે તેમના એમજીઓ કાર્યરત કરશે તેવી મૌખિક જાહેરાત કરી હતી. ગુજરાત ગેસના નિર્ણય બાદ ઉદ્યોગકારોએ ધરણા પુરા કરી રવાના થઇ ગયા હતા.

મોરબી સિરામિક ઉધોગ પર હાલ પર ક્યુબીક ૫ રૂપિયા કરતા પણ વધારો થવાની સંભાવાના તોળાઈ રહ્યું છે ત્યારે ગુજરાત ગેસ આ ભાવ વધારાનો વિરોધ ન થાય તે માટે આ એમજીઓનું કોકડું ગુચવ્યું હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW