મોરબીમાં મંગળવારે એક સાથે બે લોકોના કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા.જેમાં એક કેસ ધોરણ 12માં અભ્યાસ કરતો 16 વર્ષનો છાત્ર પણ હોવાનું સામે આવ્યું હતું જોકે આરોગ્ય તંત્ર દ્વારા વાલીઓમાં ખોટો ભય ન ફેલાય તે માટે નામ જાહેર કર્યું ન હતું નામ જાહેર ન થતા વાલીઓનો અલગ અલગ સ્કૂલમાં ફોનનો મારો ચાલુ થઈ ગયો હતો.હાલ આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા શાળાનું નામ સતાવાર જાહેર કર્યું હતું.આ શાળા નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ નવયુગ વિધાલય હોવાનું સામે આવ્યુ હતુ. આરોગ્ય તંત્ર દ્વારા બાળકના સંપર્કમાં આવેલ અન્ય છાત્ર તેમજ શિક્ષકોના સેમ્પલ લીધા હતા. કોરોના કેસ સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી શાળા બંધ રાખવા આદેશ કરી દીધો હતો.

