HomeGujaratજો 31મી ડિસેમ્બરે તમે નશાની હાલતમાં ઝડપાશો તો પોલીસ કરશે આ હાલ,...

જો 31મી ડિસેમ્બરે તમે નશાની હાલતમાં ઝડપાશો તો પોલીસ કરશે આ હાલ, પ્લાન તૈયાર

રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં યુવાધનો 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે આતુર બન્યાં છે. યુવાનોમાં વિવિધ સ્થળોએ પાર્ટી કરવાનો પણ ક્રેઝ જોવા મળ્યો છે. ત્યારે નશો કરીને નીકળતા લોકો ઉપર તવાઈ બોલાવવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ પ્લાનમાં શહેરમાં વિવિધ સ્થળોએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જો તમે 31મી ડિસેમ્બરે દારૂ પીધેલી હાલતમાં ઝડપાશો તો પોલીસ તમારા વાસા પણ કાબરા કરી દેશે.

રાજકોટ અને મોરબીના યુવાધનોમાં 31મી ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવા માટે આતુરતા જોવા મળી રહી છે. કેટલાક યુવાનોએ અત્યારથી જ 31મી ડિસેમ્બરની ઉજવણી પાર્ટી પ્લોટ કે પછી ફાર્મહાઉસમાં કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો આ દિવસે પ્યાસીઓ ઉપર નજર રાખવા માટે શહેર અને જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત શહેરમાં પ્રવેશતા તમામ પ્રવેશદ્વારો ઉપર પોલીસ સ્ટાફને બ્રેથાઈનલાઈઝર સાથે બંદોબસ્ત કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યાં છે. શહેરના પ્રવેશદ્વારો તેમજ શહેરના અંદરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બ્રેથાઈનલાઈઝર લઈને સુસજ્જ બની છે. તેમજ આ રસ્તા ઉપરથી પસાર થતા તમામ વાહનચાલકોને તેને મશીન દ્વારા ચેક કરાયા બાદ જ જવા દેવામાં આવશે. જો તેમાં કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં ઝડપાશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. આ ઉપરાંત કોરોનાકાળ ચાલતો હોવાથી બ્રેથાઈનલાઈઝર વડે એક વ્યક્તિને ચેક કર્યાં બાદ મશીનની નોઝલ બદલી નાંખવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW