HomeNationalચિત્તોડગઢનો લાઈટ એન્ડ સાઉન્ડ શો આવ્યો વિવાદમાં, આ દ્રશ્ય દેખાડાતા રાજપૂત સમાજમાં...

ચિત્તોડગઢનો લાઈટ એન્ડ સાઉન્ડ શો આવ્યો વિવાદમાં, આ દ્રશ્ય દેખાડાતા રાજપૂત સમાજમાં રોષ

દેશમાં ત્રણ વર્ષ પહેલા પદ્માવત નામની ફિલ્મ રીલીઝ થઈ હતી ત્યારે તેના ઉપર વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ચિત્તોડગઢમાં રાણી પદ્મિની સાથે જોડાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં વિવાદાસ્પદ તથ્યો દેખાડવામાં આવતા ફરી વિવાદ સર્જાયો છે. તો આ દ્રશ્યને લઈને રાજપૂત સમાજમાં રોષની લાગણી જન્મી છે.

રાજ્ય સરકાર દ્વારા ચિત્તોડગઢમાં રૂપિયા 5 કરોડના ખર્ચે 3ડી ટેક્નોલોજીની મદદથી એક લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરાયો છે. જે તેના લોન્ચીંગ પછી વિવાદમાં ફસાયો છે. સોમવારે સાંજે કેન્દ્રીય મંત્રી અર્જુનલાલ મેઘવાલ અને સીએમ અશોક ગેહલોતે આ શોની વર્ચ્યુઅલ શરૂઆત કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે લોન્ચીંગના થોડી જ ક્ષણોમાં ચિત્તોડગઢના સાંસદ સીપી જોશીને તેમાં વાંધાજનક દ્રશ્યો જોવા મળતા તેને રોકી દેવામાં આવ્યો હતો. સાથે જ શોને લઈને રાજપૂત સમાજમાં પણ રોષની લાગણી જન્મી છે. તો બીજી તરફ રાજસ્થાનના સહકાર મંત્રી ઉદયલાલ આંજણાએ આવો કોઈ વિવાદ નહીં હોવાનું જણાવ્યું હતું.

ચિત્તોડગઢમાં કિલ્લાની મુલાકાતે વર્ષમાં લાખો પ્રવાસીઓ આવી રહ્યાં છે. તેને ધ્યાને રાખીને સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કુંભ મહેલમાં 3ડી ટેક્નોલોજીની મદદથી લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાયો છે. જેમાં અલાઉદ્દીન ખીલજીએ રાણી પદ્મિનીને અરીસામાં જોઈ હોવાનું દ્રશ્ય દેખાડવામાં આવ્યું હતું. જેના કારણે વિવાદ ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા આવેલી પદ્માવત ફિલ્મમાં પણ આ દ્રશ્ય દેખાડવામાં આવ્યું હતું. જેનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW