દેશમાં હવે ઓમીક્રોન વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 13થી વધારે ઓમીક્રોનના કેસ નોંધાયા છે. કુલ 179 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 237 એક્ટિવ કેસ છે. હાલમાં 12 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 825 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. તા.3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના ટીનેજને વેક્સીન આપવાનું વડાપ્રધાન મોદીએ એલાન કર્યું છે. જ્યારે ફ્રંટ લાઈન્સ વર્કસને બુસ્ટડર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ઓમીક્રોનના વધતા જતા કેસ અંગે ડૉ. નીતા ખંડેલવાલે જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકા અને બોત્સ્વાના જેવા દેશમાં આ વાયરસના કેસ મળ્યા હતા. એ પછી થયેલા ફોરેન ટ્રાવેલ્સને કારણે બીજા બધા રાષ્ટ્રમાં કેસ વધ્યા છે. તેથી ભારતમાં પણ ઓમીક્રોનના કેસ વધ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલ કરનારા લોકોમાં જ ઓમીક્રોન સંક્રમિત કેસ મળ્યા છે. પણ ડરવાની જરૂર નથી. આપણે વધારે સાવચેતી હવે રાખવી પડશે. અત્યાર સુધીના વેરિયંટમાં ઓમીક્રોન સૌથી વધારે ઝડપથી ફેલાતો વાયરલ છે. પણ બીજા વેરિયંટ કરતા ઓમીક્રોન ઓછો ઘાતક છે. અત્યાર સુધીમાં કોઈ દર્દીની સ્થિતિ એટલી ગંભીર જોવા મળી નથી. લક્ષણ પણ સામાન્ય છે. આ પહેલા પણ આલ્ફા, ડેલ્ટા જેવા વેરિયંટ આવ્યા છે. ડેલ્ટા વેરિયંટ એ બીજી વેવમાં હતી. દર્દીઓની સ્થિતિ પણ ગંભીર રહી હતી. મોટાભાગના એવા દર્દીઓ હતા જેને ઑક્સિજનની જરૂર પડતી હતી. મૃત્યુઆંક પણ વધારે રહ્યો હતો. ઓમીક્રોન ફેલાય તો ઝડપથી છે પણ દર્દીઓની સ્થિતિ નોર્મલ રહે છે.

અમુક તો એવા દર્દીઓ છે જેની સ્થિતિ ખૂબ જ સામાન્ય કહી શકાય એવી છે. ખાસ લક્ષણ પણ જોવા મળતા નથી. ઓમીક્રોનને લઈને મૃત્યુદર નહિંવત કહી શકાય એવો રહ્યો છે. કોઈ પણ કોવિડનો દર્દી હોય એવી સારવાર માટે એક જ પ્રકારની ટ્રિટમેન્ટ હોય છે. દર્દીની સ્થિતિ અનુસાર ડૉક્ટર જુદી જુદી દવાઓ લખી આપે છે. RT PCTમાં રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જાણી શકાતું નથી કે તે કોરોના વાયરસના ક્યા વેરિયંટથી સંક્રમિત છે. માત્ર જીનોમ સિકવન્સિગથી વેરિયંટની ખબર પડે છે. આ જાણી શકાય છે. અમારે ત્યાં લેબમાં દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકારી ગાઈડલાઈન્સ અનુસાર તે ક્યા વેરિયંટથી સંક્રમિત છે એ જાણવા માટે રીપોર્ટ માટે ગાંધીનગર મોકલીએ છીએ. જ્યાં જીનોમ સિક્વન્સિગ થાય છે. ચારથી પાંચ દિવસ બાદ ખ્યાલ આવે કે તે ક્યા વેરિયંટથી સંક્રમિત છે. દરરોડ 1500થી 1800 રીપોર્ટ કરીએ છીએ. અમારે ત્યાં આવેલા દર્દીઓમાં ફોરેથી આવેલા એક દર્દી છે. એની સાથે બીજા દર્દીનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકોમાં કોરોના વાયરસના કેસ ઓછા છે. એક અભ્યાસ પરથી આ કહી શકાય છે. ACE 2 રિસેપ્ટર જેનાથી વાયરલ બોડીમાં આવે છે. એ બાળકોમાં ઓછા છે. જેના કારણે બાળકોમાં આ વાયરસના કેસ ઓછા છે. ત્રીજી વેવ ન આવે એ માટે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો અને વારંવાર હાથ ધોવો. વેક્સીન લો.

