વિરાટ કોહલી 71ની ઈન્ટરનેશનલ સદીની ચાહકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે. રવિવારે સેન્ચુરિયન ટેસ્ટના એક દિવસ પહેલા વિરાટ માત્ર 35 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. લુંગી એનગિડીએ વિલિયમ મુલ્ડરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આઉટ થયા બાદ કોહલી મોઢુ છુપાવતો જોવા મળ્યો છે. પછી તેણે પેવેલિયન બાજુ ચાલતી પકડી હતી. કોહલીને એનગિડીએ ચતુરાઈ પૂર્વક આઉટ કર્યો છે. બોલરે બોલને ઓફ સ્ટંપની બહાર રાખી દીધો હતો. જેને વાઈડની નજીક હોવાનું કહી શકાય છે.
કોહલીએ બોલને પારખી ઓફ સાઈડમાં ડ્રાઈવ લગાવવા માટે પ્રયાસ કર્યો હતો. પણ બોલ એના બેટની કિનારીએથી લાગીને ફર્સ્ટ સ્લીપ પર રહેલા ફિલ્ડરના હાથમાં આવી ગયો હતો. લાઈનની બહાર જતા બોલને છંછેડવાની કોહલીની જૂની આદત છે. જેને એક નબળાઈ પણ કહી શકાય છે. કોહલી આઉટ થતા સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થઈ ગયું હતું. એક યુઝરે તો કોહલીની અત્યાર સુધીની ભૂલ ગણાવી દીધી હતી. આકાશ ચોપરાએ એવું ટ્વિટ કર્યું કે, વિરાટે એક લાંબા સમય પછ લુઝ શોટ રમવા માટે પ્રયાસ કર્યો. પણ સદીની રાહ હું પણ જોવ છું. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકાર્યે વિરાટ કોહલીને 25 મહિનાથી વધારે સમય થઈ ગયો છે. કોહલીએ છેલ્લા નવેમ્બર 2019માં બાંગ્લાદેશની સામે ડે નાઈટ મેચ વખતે સદી ફટકારી હતી. એ પછી તે સદી સુધી પહોંચી શક્યો નથી. એ સમયે તેમણે ઈડન ગાર્ડનમાં 136 રનની શાનદાર ઈનિંગ રમી હતી. એ પછી તો કોહલી ટેસ્ટ, વન ડે અને T20 ઈન્ટરનેશનલની કુલ 59 ઈનિંગ્સ રમી ચૂક્યો છે. પણ એક પણ સદી મારવામાં સફળ થયો નથી.

જોકે, આ ટેસ્ટમાં એની પાસેથી મોટી આશા વ્યક્ત કરવામાં આવે છે. આ પહેલાના સમયગાળામાં સિદ્ધિ કહી શકાય એવું કોઈ પર્ફોમન્સ એનું જોવા મળ્યું નથી. કોહલી સાઉથ આફ્રિકાની પીચ પર સૌથી વધારે રન કરનારો ભારતી ખેલાડી રહ્યો છે. આ યાદીમાં એ ત્રીજા ક્રમે છે. કોહલીએ અત્યાર સુધીમાં છ ટેસ્ટ મેચમાં 593 રન કર્યા છે. તેમણે VVS લક્ષ્મણને પાછળ મૂકી દીધા છે. જેમણે સાઉથ આફ્રિકાની પીચ પર કુલ 566 રન કર્યા હતા. એ પછી સચીન તેંડુલકરે આફ્રિકામાં સૌથી વધારે રન કર્યા છે. 15 ટેસ્ટમેચમમાં 46.44ની એવરેજથી 1161 રન કર્યા છે. જ્યારે હાલમાં કોચ અને પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડે 624 રન કર્યા છે. એટલે તે આ યાદીમાં બીજા ક્રમે છે.

