જામનગર માળીયા હાઇવે ઉપર ખનીજ માફિયાઓના ઓવરલોડ ડમ્પરો બેફામ રીતે ચાલે છે. અને સામાન્ય વાહન ચાલકોને હડફેટે લઈ મોતને ઘાટ ઉતારી રહ્યા છે તેમ છતાં સ્થાનિક પોલીસ ખાણ ખનીજ વિભાગ આરટીઓ આંખ મિચામણા કરી રહ્યા છે ક્યારેક કોઈ કારણસર ટ્રકના ટાયર ફાટી જાય તો ઓવરલોડ ડમ્પરમાંથી રેતી કે અન્ય ખનીજનો જથ્થો રોડની વચ્ચે ઠાલવી નીકળી જતા હોય છે. જેમાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે તાજેતરમાં આવી જ રીતે કોઈ ડમ્પર કે ટ્રક ચાલકે રોડની વચ્ચે જ રેતીનો ઢગલો કરી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.તેથી આવી ઘટના ફરી ન બને તે માટે સંબધિત તંત્ર દોષીતો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા જામનગર હાઇવે પર સરવડ-પીપળીયા ગામને વચ્ચે એક ખનિજચોર ટ્રક ચાલકે રેતીનો ઢગલો ખડકી દીધો હતો. દરમિયાન આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાઈ હોય થોડે દુર પણ ન દેખાતા આજે અહીંથી પસાર થઈ રહેલી જી.જે.12 ડી.જી. 1014 નંબરની ઇકો ગાડી રોડની વચ્ચોવચ પડેલા રેતીના ઢગલા ઉપર ચડી ગઈ હતી અને ઇકો કાર રેતીના ઢગલા ઉપર ચડી જતા કાર બેકાબુ થઈ જતા પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો.

