મોરબીના જાબુંડિયા ગામ નજીક રહેણાંક મકાનમાં પતિ પત્ની વચ્ચે અવાર નવાર થતા ઝઘડા થતા હોવાથી ગત રવિવારે પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી.આ બનાવમાં મૃતકના પુત્રની ફરિયાદ અધારે પોલીસે આરોપી પતિને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નવા જાંબુડિયા ગામમાં આવેલ શક્તિનગર ગામમાં રહેતા મંજુબેન હંસરાજભાઈ ઝીંઝુવાડીયા અને તેમના પતિ હંસરાજભાઈ મોહનભાઇ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધો હતો અને આવેશમાં આવી હંસરાજભાઈએ મંજુબેનને કુહાડીના ઘા ઝીકી દીધા હતા.જૅથી મંજુબેન ત્યાં જ બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યા હતા.આ અંગેની જાણ તેમના પુત્રને થતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે મૃતકના પુત્ર ગુણવંતભાઈની ફરિયાદ આધારે પોલીસે આરોપી પતિ હંસરાજભાઈ મોહનભાઇને ઝડપી લીધા હતા. અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

