HomeGujarat9માં ધોરણમાં ભણતી નીરજા ભટ્ટે અકલ્પનિય દુનિયા ‘ધ બેડ એરા' નામનું પુસ્તક...

9માં ધોરણમાં ભણતી નીરજા ભટ્ટે અકલ્પનિય દુનિયા ‘ધ બેડ એરા’ નામનું પુસ્તક લખ્યુ

“મન હોય તો માળવે જવાય” ખરા અર્થમાં આ કહેવતને સાર્થક કરી છે 14 વર્ષીય અમદાવાદની નીરજા ભટ્ટે, જેને નાની ઉંમરમાં જ બુક રાઈટર તરીકે પોતાની નામના બનાવી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી નીરજા ભટ્ટે આપણે કલ્પના પણ ન કરી હોય તેવી નવી જ ફ્રેશ વાર્તા સાથેની ‘ધ બેડ એરા-પાર્ટ 1′ નામની નવલકથા લખી છે. હોલિવૂડની ફિલ્મોની જેમ અકલ્પનીય નવી દુનિયાનો અને નવી વાર્તાનો અહેસાસ નીરજાએ લખેલી આ બુક તમને કરાવશે.

આટલી નાની ઉંમરે બાળક કદાચ લેખક બનવાનું સપનું જોતા હોય છે પરંતુ નીરજાએ તો એ સાબિત કરીને બતાવ્યું છે. જે ખરા અર્થમાં પ્રેરણારૂપ છે. તેને લેખનનો શોખ છ વર્ષની નાની ઉંમરથી જ છે અને ત્યારથી તેને ઘણી ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખી છે. તેને “આધુનિક વિશ્વમાં સંસ્કૃતની પ્રાસંગિકતા” પર એક લેખ પણ લખ્યો હતો જે ‘ઈ-સમસ્ક્રિત’ સામયિકમાં પ્રકાશિત થયો હતો.

પુસ્તક લખવાનું તેનું હંમેશા પહેલાથી જ સપનું રહ્યું હતું અને તેને પોતાની પ્રથમ નવલકથા ‘ધ બેડ એરા-પાર્ટ 1 લખીને એ આટલી નાની ઉંમરમાં શાકાર કર્યું છે.લેખન ઉપરાંત, તેને વાંચચન કરવું, પિયાનો વગાડવું અને બેકિંગનો પણ એટલો જ શોખ છે.

નીરજાએ લખેલી આ પ્રથમ નવલકથા એક કાલ્પનિક વાર્તા છે. એવી દુનિયામાં કે જેણે આપણને જન્મ આપ્યો તે પહેલાં બિગ બેંગ દ્વારા તેની રચના કરવામાં આવી હતી. આ એવી દુનિયા છે કે, જેના વિશે આપણે કશું જાણતા નથી. માનવોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે: ડેલોમ્સ અને રોવેલ્સ. સમગ્ર ગ્રહ પર સમય જતા કેટલીક બાબતોમાં પરિવર્તન આવી ગયું છે અને વસ્તુઓ બગડી રહી છે, નવ વર્ષનો ડેલોમ, જાણે છે કે કલયુગ શરૂ થઈ ગયો છે. એટલે કે, તે માને છે કે, ખૂબ મોડું થાય તે પહેલ કલયુગનો અંત લાવવાનો પ્રયાસ કરવો જ જોઇએ. તે જ સમયે, ઓલ્ઝિબાન નામના સાથીને બોલાવી ડેલોમ તમામ રોવેલ્સને મારી નાખવાના ઇરાદે આગળ આવે છે અને બીજી બાજુ અનોખી તેમની સુરક્ષા માટે શપથ લે છે કારણ કે તે અડધી વસ્તીને મરતા જોઈ શકતી નથી. તેના સંઘર્ષો વધવાથી, શું અનોખી તેના મિત્રોની મદદથી ઓલ્ઝિબાન અને કલયુગને અટકાવી શકશે? આ તમામ ક્યુરિયોસિટી સાથેની વાર્તા સુંદર રીતે નાની ઉંમરમાં તેને લખી છે. જે ખરા અર્થમાં સરાહનીય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW