HomeGujaratબોક્સ ઓફિસ પર હોલિવૂડ-સાઉથની ફિલ્મ સુપરહિટ, 83 સિક્સર મારશે?

બોક્સ ઓફિસ પર હોલિવૂડ-સાઉથની ફિલ્મ સુપરહિટ, 83 સિક્સર મારશે?

વર્ષ 2020માં જાન્યુઆરી મહિનામાં બોક્સ ઓફિસ પર ‘તાન્હાજી’ જોરદાર કમાણી કરી રહી હતી. એ પછી કોરોનાના મારને કારણે સિનેમાહોલ બંધ થઈ ગયા. કેસ ઓછા થતા થિએટર્સ ખૂલી ગયા છે. પણ જોઈએ એવી ફિલ્મો દર્શકો માટે આવતી નથી. ઑક્ટોબર 2021માં દેશભરમાં થિએટર્સ ખુલી ગયા બાદ પહેલા ‘સૂર્યવંશી’ આવી હતી. આ ફિલ્મે પણ બોક્સઓફિસ પરથી સારી એવી કમાણી કરી હતી. પણ આ પછી રીલિઝ થયેલી ફિલ્મ સામાન્ય પુરવાર થઈ છે.

એક લાંબા સમય બાદ મોટી સ્ક્રિન પર આવેલી ‘સૂર્યવંશી’નું લાઈફટાઈમ ક્લેક્શન રૂ.195.40 કરોડ નોંધાઈ છે. ‘સૂર્યવંશી’ બાદ સિલ્વર સ્ક્રિન પર વધુ એક બિગ બજેટની ફિલ્મ રીલિઝ થવાની છે. ‘સૂર્યવંશી’ની જેમ આ ફિલ્મને પણ કોરોનાને કારણે લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો છે. વાત કરીએ છીએ રણવીરસિંહની ફિલ્મ ’83’ની. દેશવાસીઓનું માથું ગર્વથી ઊચું કરનારી ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં જીત હાંસલ કરે છે એ આખી સ્ટોરી ફિલ્માવવામાં આવી છે. મુવી જોનારાએ આ ફિલ્મના પેટભરીને વખાણ કર્યા છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, બોક્સ ઓફિસ પર પહેલાથી જ દમદાર કમાણી કરી રહેલી હોલિવૂડ ફિલ્મ વચ્ચે ’83’ સિક્સર મારી શકશે. બોક્સ ઓફિસર પર આજકાલ સાઉથની ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ અને હોલિવૂડની ફિલ્મ ‘સ્પાઈડરમેનઃ નો મેન આઉટ’ ડંકો વગાડી રહી છે. હોલિવૂડની આ ફિલ્મે ભારતીય માર્કેટમાંથી છ દિવસમાં રૂ.130.87 કરોડનો આંકડો ટચ કરી લીધો છે. આ ફિલ્મ સપ્તાહના વચ્ચેના દિવસોમાં પણ સારી એવી કમાણી કરી રહી છે. જ્યારે ’83’એ પહેલા દિવસે રૂ.15 કરોડની કમાણી કરી છે.

ટ્રેડ એક્સપર્ટ એવું કહે છે કે, આ ફિલ્મ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી શકે છે. બીજી બાજુ સાઉથની ફિલ્મ ‘પુષ્પા’એ પણ હિન્દી દર્શકોનું સારૂં એવું મનોરંજન કર્યું છે. પાંચ દિવસમાં આ ફિલ્મે રૂ.20 કરોડની કમાણી કરી છે. પણ હાલમાં અનેક લોકો આ ફિલ્મને સુપરહીટ માની રહ્યા છે. ટ્રેડ એક્સપર્ટ ત્રિનાથ અનુસાર ફિલ્મનું વર્લ્ડવાઈડ ક્લેક્શન પાંચ દિવસમાં રૂ,200 કરોડ સુધી પહોંચી જશે. સાઉથની ફિલ્મો જે રીતે વીડિયો અને સ્ટોરી કન્ટેન્ટ આપે છે એના પરથી એવું કહી શકાય કે, હિન્દી દર્શકોને સાઉથની ફિલ્મો પસંદ આવી રહી છે. એક પ્રકારનો ક્રેઝ જોવા મળે છે. સાઉથની પણ ઘણી ફિલ્મો હવે હિન્દીમાં ડબ થઈ રહી છે. કમાલ રાશિદ ખાને પણ એક ટ્વિટ કરીને કહ્યું કે, બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મ તથા હોલિવૂડની ફિલ્મનો ક્રેઝ છે. ‘પુષ્પા’ અને ‘સ્પાઈડરમેન’ જેવી ફિલ્મોએ દર્શકોને ખરા અર્થમાં મોટી ભેટ આપી છે. તા.24 ડીસેમ્બરના રોજ ’83’ રીલિઝ થઈ છે. માત્ર આપણા દેશમાં જ નહીં વિદેશમાં પણ આ ફિલ્મની ચર્ચા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રમોશન માટે જોરશોરથી મહેનત કરી રહી છે. પહેલા દિવસની કમાણીના હિસાબથી ‘સૂર્યવંશી’ અને ‘પુષ્પા’ કરતા ફિલ્મ ’83’ ઘણી પાછળ છે. હજુ આંકડો મોટો થવાની પૂરી શક્યતાઓ છે. આ ફિલ્મમાં દીપિકા પદુકોણ એક એક્ટર તથા પ્રોડ્યુસર છે. શૉના પ્રમોશનમાં 1983 વર્લ્ડકપના ખેલાડીઓ પણ જોડાયા હતા. સાકિબ સલીમની આંખમાં આસું આવ્યા હતા. એમને ઈમોશનલ થતા જોઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ વાઈસ કેપ્ટન મોહિંદર અમરનાથ એના આસું લૂંછી રહ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW