પશ્ચિમ સંસ્કૃતિના અનુકરણ પાછળ દેશની મૂળ સાંસ્કૃતિક ભુલાઈ રહી છે ત્યારે સામાં કાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં 25 ડીસેમ્બરના રોજ નાતાલ નહિ પણ તુલસી દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી શાળામાં ઘરના આંગણામાં તુલસીના રોપણ અને તેના ગુણધર્મ તેમજ તેના શાસ્ત્રીય ઉપયોગ વિશે સમજણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત શાળામાં અલગ અલગ સ્ટોલ ઉભા કરી તુલસીના પાનની અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી હતી તેમજ તુલસીનું શરબત વિતરણ કરાયું હતુંશાળામાં પણ ભારતીય સંસ્કૃતિની જાખી કરાવતી કૃતિ શાળાના જ વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી જેમાં ભારતના વેદગ્રન્થ,ધાર્મિક વિવિદ્યતા,ભારતના વીર સપૂત, નદીઓ, ઐતિહાસિક વારસા વગેરેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. તુલસી દિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં ડીસેમ્બર મહિનામાં જે પણ વિધાર્થીઓનો જન્મ દિવસ હોય તેમના વાલીઓ સાથે વૈદિક યજ્ઞનું પણ આયોજન કરાયું હતું.


