HomeNationalInter Nationalબલૂચિસ્તાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનથી પરેશાન ચીન, હવે CPECનું શું થશે ?

બલૂચિસ્તાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનથી પરેશાન ચીન, હવે CPECનું શું થશે ?

પાકિસ્તાન,શનિવાર

   પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનથી ચીન પરેશાન છે.બલૂચિસ્તાનના ગ્વાદરમાં એક મહિના કરતા વધુ સમયથી ‘ગ્વાદર કો હક દો’ આંદોલન ચાલી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જમાત-એ-ઈસ્લામીના બલૂચિસ્તાન જનરલ સેક્રેટરી મૌલાના હિદાયત-ઉર-રહેમાન કરી રહ્યા છે.

   આ પ્રદર્શનમાં વેપારીઓ પણ સામેલ છે અને ગ્વાદરને પાકિસ્તાનના આર્થિક કેન્દ્ર કરાચીથી જોડતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકો ત્યાં ધરણા પર બેઠા છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ગ્વાદરમાં ચીનના લોકોના રોજગારને કારણે સ્થાનિક માછીમારો બેરોજગાર થઈ ગયા છે.

નિષ્ણાતો શું કહે છે ?
   પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનથી ચીન પરેશાન છે. બલૂચિસ્તાનના ગ્વાદરમાં એક મહિના કરતા વધુ સમયથી ‘ગ્વાદર કો હક દો’ આંદોલન ચાલી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જમાત-એ-ઈસ્લામીના બલૂચિસ્તાન જનરલ સેક્રેટરી મૌલાના હિદાયત-ઉર-રહેમાન કરી રહ્યા છે.આ પ્રદર્શનમાં વેપારીઓ પણ સામેલ છે અને ગ્વાદરને પાકિસ્તાનના આર્થિક કેન્દ્ર કરાચીથી જોડતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકો ત્યાં ધરણા પર બેઠા છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ગ્વાદરમાં ચીનના લોકોના રોજગારને કારણે સ્થાનિક માછીમારો બેરોજગાર થઈ ગયા છે.

તો શું છે ગ્વાદરના લોકોની માંગ ?
   ગ્વાદરમાં લગભગ પાંચ સપ્તાહથી હજારો બલોચ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકો ગ્વાદરના વિકાસની સાથે સ્વચ્છ પાણીની પણ માંગ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે 70 વર્ષ વીતી ગયા છતાં પણ અમને અમારો હક્ક આપવામાં આવ્યો નથી. વિરોધીઓએ 19 માંગણીઓ આગળ મૂકી છે, જેમાં સમુદ્રને ટ્રોલર માફિયાઓથી મુક્ત કરવા માટે પગલાં લેવા અને માછીમારોને પાણીમાં મુક્તપણે જવા દેવાનો સમાવેશ થાય છે.આંદોલનકારીઓએ બિનજરૂરી ચેકપોસ્ટથી છૂટકારો મેળવવા અને સુરક્ષાના નામે નાગરિકોનું અપમાન ન કરવાની પણ માંગ કરી છે. તેણે ગ્વાદરમાં તમામ દારૂની દુકાનો બંધ કરવાની માંગ પણ કરી છે. માંગણીઓમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ચાઈના ઓવરસીઝ પોર્ટ હોલ્ડિંગ કંપની દ્વારા કામ કરતા મોટાભાગના લોકો ગ્વાદર બહારના છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવી જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW