HomeGujaratNorth Gujaratએલિસબ્રિજ પરથી પસાર થતા યુવકને 3 લોકો છરીની અણીએ ધમકી આપી મોબાઈલમાંથી...

એલિસબ્રિજ પરથી પસાર થતા યુવકને 3 લોકો છરીની અણીએ ધમકી આપી મોબાઈલમાંથી ઓનલાઇન 11 હજાર પડાવી, લૂંટ કરી ફરાર

અમદાવાદ, શનિવાર

  એલિસબ્રિજ પરથી પસાર થતા યુવકને 3 લોકોએ છરીની અણીએ ધમકી આપી તેના મોબાઈલમાંથી ઓનલાઇન રૂ.11 હજાર પડાવી, લૂંટ કરી ફરાર થયા હતા. આ અંગે યુવકે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  નારાયણનગર રોડ પર ફૈઝાન ફ્લેટમાં રહેતા મોહમ્મદ માઝ સિપાઈ ગત ૨૨મીએ પ્રીતમનગર સિદ્ધાચલ ફ્લેટ પાસે મોબાઈલમાં મેસેજ જોઈ રહ્યા હતા, ત્યારે બપોરે બે વાગે ત્રણ અજાણ્યા શખસોએ ત્યાં આવી ‘મોબાઈલમાં શું જુએ છે?’ તેમ કહી અને છરી બતાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આથી મોહમ્મદ માઝે રૂ. 4 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વધુ પૈસા આપવાની ધમકી આપતા માઝે તેના મિત્રને ફોન કરીને પોતાના અન્ય મિત્રની માતા હોસ્પિટલમાં દાખલ હોવાથી, સારવાર માટે પૈસાની જરૂર હોવાનું કહી પૈસા મગાવ્યા હતા. પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ કુલ રૂ.11 હજાર પડાવી ત્રણે શખ્સો એક્ટિવા લઇ ફરાર થઈ ગયા હતા. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW