HomeNationalકાશ્મીર કરતા પણ વધુ નાજૂક સ્થિતિ છે પંજાબમાં, ઈન્ટેલિજન્સ એજન્સીઓને વધુ આતંકી...

કાશ્મીર કરતા પણ વધુ નાજૂક સ્થિતિ છે પંજાબમાં, ઈન્ટેલિજન્સ એજન્સીઓને વધુ આતંકી હુમલાની ભીતિ

નવી દિલ્હી, શુક્રવાર

  પંજાબમાં ચૂંટણી પહેલા વધુ આતંકી હુમલાની શક્યતા છે. આ ચેતવણી ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા આપવામાં આવી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પજાબ પોલીસને એલર્ટ કરતા કહ્યુ છે કે તેઓ સુરક્ષાના કડક ઉપાયો પર ધ્યાન આપે અને સોશયલ મીડિયા પર ઝીણવટભરી નજર રાખે. ગુરુવારે લુધિયાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થયેલા વિસ્ફોટ બાદ ગુપ્તચર સંસ્થાઓનું એલર્ટ બેહદ મહત્વપૂર્ણ છે.

  એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે, ઘણાં સુરક્ષા સલાહકારોએ આતંકી ગતિવિધિઓને લઈને રાજ્યની પોલીસને એલર્ટ કરી છે. સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવાની સાથે રાજ્ય પોલીસ હાલ ગુપ્તચર એજન્સીઓ સાથે તાલમેલ બેસાડવાનું કામ કરી રહી છે. સ્થાનિક ઈન્ટેલિજન્સ યૂનિટે એલર્ટ આપ્યું છે અને દરેક નાની-મોટી ઘટનાઓ પર નજર રખાય રહી છે.

તેમણે કહ્યુ છે કે અમે રાજ્યના ગુપ્તચર વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓની સાથે એક બેઠક કરી છે. અમે તેમને રાજ્યની આતંકવાદી ગતિવિધિઓને લઈને એલર્ટ કર્યા છે. અમે તેમને કહ્યુ છે કે તેઓ સોશયલ મીડિયા પર ઝીણવટભરી નજર રાખે અને કોઈપણ પ્રકારની અફવા પર તાત્કાલિક કાર્યવાહી કરે. આ સમયે પંજાબ કાશ્મીર કરતા વધુ નાજૂક થઈ ચુક્યું છે.

  વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે પંજાબની પાકિસ્તાન સાથેની ભારતીય સીમા નજીક કેટલાક દિવસો પહેલા ઘણાં ડ્રોન જોવા મળ્યા છે. ડ્રોનની મદદથી હથિયાર અને વિસ્ફોટક ભારતીય સીમામાં ફેંકવામાં આવ્યા છે. એવી પણ આશંકા છે કે આ હથિયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ રાજ્યની શાંતિ વ્યવસ્થાને બગાડવા માટે થઈ શકે છે. તેમણે કહ્યુ છે કે ડ્રોનથી કેટલાક અજ્ઞાત સ્થાનો પર હથિયાર ફેંકવામાં આવ્યાની આશંકા છે અને તેનો ઉપયોગ આતંકી ગતિવિધિઓમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

  લુધિયાના જિલ્લા અદાલતના પરિસરમાં ગુરુવારે થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત નીપજ્યા હતા. આ જોરદાર વિસ્ફોટમાં અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ વિસ્ફોટ જિલ્લા અદાલતના બીજા માળ પર આવેલા વોશરૂમમાં બપોરે 12.22 કલાકે થયો હતો. કોર્ટના બીજા માળ પર લગભગ 8 રૂમ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારની ઘેરાબંધી કરી અને કોર્ટ પરિસરને ખાલી કરાવી દીધું હતું.

  ઘાયલોમાં એકની ઓળખ એડવોકેટ આર. એસ. માંદ તરીકે થઈ છે. આ વિસ્ફોટ બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે લુધિયાણા કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટમાં ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાની સંભાવના છે. પંજાબના ઘણાં નેતાઓ કહી ચુક્યા છે કે આ વિસ્ફોટ રાજ્યમાં ચૂંટણીનો માહોલ અને શાંતિ વ્યવસ્થાને બગાડવાની એક કોશિશ હોવાની સંભાવના છે. આ વિસ્ફોટની તમામ એન્ગલથી તપાસ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલામાં રિપોર્ટ તલબ કર્યો છે.

  આ વિસ્ફોટ સિવાય અમૃતસરમાં સ્વર્ણમંદિરમાં થયેલી બેઅદબીની 2 ઘટનાઓ અને પછી લિંચિંગ પણ પોલીસની મુશ્કેલીમાં વધારો કરનારી ઘટનાઓ છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ગુરુદાસપુર સેક્ટરમાં બીએસએફે એક ઘૂસણખોરને ઠાર કર્યો હતો. જણાવવામાં આવે છે કે તે ભારતીય સીમા પાર કરવાની કોશિશમાં ઠાર થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW