HomeGujaratNorth Gujaratરાજ્યમાં કોરોના, ઓમિક્રોનના કેસમાં વધારો : શહેરના ચાંદખેડામાં એક જ પરિવારના છ...

રાજ્યમાં કોરોના, ઓમિક્રોનના કેસમાં વધારો : શહેરના ચાંદખેડામાં એક જ પરિવારના છ સભ્યો કોરોનાગ્રસ્ત

અમદાવાદ, શુક્રવાર

  ચાંદખેડામાં એક પરિવારના 6 સંભ્યો કોરોના સંક્રમિત થતા મનપાનું આરોપ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આ તરફ કોરોનાને પગલે મનપા દ્વારા પહેલાથી જ ચાંદલોડિયામાં આઈસલેન્ડ સોસાયટી અને દિવ્ય જીવન સોસાયટી માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે આજે માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયેલી સોસાયટીમાં AMCની ટીમ પહોંચી હતી અને કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

  ગઈ કાલે ગુજરાતમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા હતા તથા 2 કોરોના દર્દીના મોત નીપજ્યાં હતાં. કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે હાલ ઓમિક્રોન દર્દીઓની સંભ્યા 30 પર પહોંચી છે. આમ કોરોના કેસમાં વધારો થતા ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે ફરી કડક નિયંત્રણો લાગુ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે.ઉલ્લેખનીય છે ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં અપાયેલી છૂટછાટો ઓછી કરીને નિયંત્રણો લાદવાનું નક્કી કરવામાં આવ્યું છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW