અમદાવાદ, ગુરુવાર
વાડજમાં UPI પેમેન્ટ એપથી ટ્રાન્સફર કરેલા પૈસા ખાતામાં ન આવતા કસ્ટમર કેરમાં ફોન કરનારા યુવક સાથે ગઠિયાએ છેતરપિંડી આચરીને એકાઉન્ટમાંથી 72,000 રૂપિયા પડાવી લીધા. આ મામલે યુવકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાડજમાં રહેતા યુવકના એકાઉન્ટમાં તેના મિત્રએ 1400 રૂપિયા ફોન પે એપ દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. જોકે પૈસા મિત્રના એકાઉન્ટમાંથી તો કપાઈ ગયા, પરંતુ યુવકના એકાઉન્ટમાં જમા નહોતા થયા, આથી તેણે કસ્ટમર કેરમાં ફોન કરીને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. જોકે સામેથી ગઠિયાએ ફોનમાં એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને મોબાઈલનો એક્સેસ લઈ લીધો હતો.બાદ યુવકના એકાઉન્ટમાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરીને ગઠિયાએ 72 હજાર રૂપિયા ઉઠાવી લીધા હતા. (તસ્વીર પ્રતિકાત્મક છે)

