HomeNationalચૂંટણીવાળા રાજ્યોમાં ઝડપી રસીકરણ- નાઈટ કર્ફ્યૂની કેન્દ્રની સલાહ, PM મોદી બેઠક કરી

ચૂંટણીવાળા રાજ્યોમાં ઝડપી રસીકરણ- નાઈટ કર્ફ્યૂની કેન્દ્રની સલાહ, PM મોદી બેઠક કરી

નવી દિલ્હી, ગુરુવાર

   વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે સાડા 6 વાગ્યે ક્રિસમસ અને નવા વર્ષ પહેલા દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના પ્રસારને રોકવા માટે આગળના પગલાં પર પણ ચર્ચા કરવાના છે.

   આ બેઠક પહેલા દેશમાં વધી રહેલા ઓમિક્રોનના ખતરાને લઈને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઘણાં દિશાનિર્દેશો અને ઉપાયો આપ્યા છે. ઓમિક્રોનના નવા કેસની રોકથામ માટે કેન્દ્ર સરકારે રાજ્યોને નાઈટકર્ફ્યૂ લગાવવા અને મોટી સભાઓ માટે કડક નિયમ સુનિશ્ચિત કરવાની સલાહ આપી છે. તેની સાથે કેન્દ્ર સરકારે રાજ્યોને ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર સ્થાનિક પ્રતિબંધો પર વિચારણા કરવાનો પણ નિર્દેશ કર્યો છે. દેશના ઘણાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને લઈને કેન્દ્ર સકરારે આ રાજ્યોને વિશેષ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ચૂંટણીવાળા રાજ્યોમાં ઝડપથી રસીકરણ પૂર્ણ કરવામાં આવે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યુ છે કે જે જિલ્લાઓમાં ઓછું રસીકરણ થયું છે, ત્યાં ઓમિક્રોનના ખતરાને જોતા બાકી રહેલા લોકોનું ઝડપથી રસીકરણ કરવામાં આવે.

   ઓમિક્રોનના કેસમાં વધારાની ચિંતાને લઈને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા અને મામલાની સકારાત્મકતા દરનું નિરીક્ષણ કરવાની સલાહ આપી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને જિલ્લામાં કોવિડ સમૂહો પર નજર રાખવાની સલાહ પણ આપી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યો મોટા આયોજનો માટે કડક નિયમ લાગુ કરી શકે છે. કેન્ટેનમેન્ટને લઈને રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં વધારે દર્દી મળી રહ્યા છે, ત્યાં કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન બનાવવામાં આવે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્ય પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ સુનિશ્ચિત કરે અને પછી બીજા ડોઝ માટે લોકોને ઝડપથી વેક્સિન લગાવે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW