HomeGujaratNorth Gujaratટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી વસંત પરમારની દારૂની ખેપ મારતા પાલડી પોલીસે...

ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી વસંત પરમારની દારૂની ખેપ મારતા પાલડી પોલીસે કરી ધરપકડ

અમદાવાદ, ગુરુવાર

 અમદાવાદના ઇગલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી આ વખતે દારૂની હેરાફેરી કરતા પકડાઈ ગયો છે.ઇગલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા ટ્રાફિક જવાન વસંત પરમાર 27 દારૂની અલગ અલગ બ્રાન્ડ સાથે પકડાઈ જતા પાલડી પોલીસે કાર્યવાહી કરી છે. પાલડી પોલીસને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ જે એકટીવા લઈને પરિમલ અન્ડરબ્રિજથી સુવિધા ચાર રસ્તા થઈને સુમેરુ કોમ્પ્લેક્ષ થઈને જૈન નગર તરફ જવાનો છે.

  જે માહિતીના આધારે પાલડી પોલીસ પેહલાથી વોચ ગોઠવી હતી અને વસંત પરમાર ત્યાં આવતા તેને રોકીને તપાસ કરી હતી. તેણે પેહલા પોતાની ઓળખ પોલીસ તરીકે આપી. પાલડી પોલીસે આરોપીના વાહનની આગળ રહેલી એક બેગ ચેક કરી તો તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 27 બોટલો મળી આવી અને જે બાદ પાલડી પોલીસે આરોપીની ધરપકડ કરી ને આગળની કાર્યવાહી શરૂ કરી છે.દારૂનો જથ્થો તેને કોણે આપ્યો અને આ દારૂ કોણે આપવા જવાનો હતો તે પણ તપાસનો વિષય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, આ પોલીસકર્મી છેલ્લા કેટલા સમયથી આ રીતે દારૂના વેપાર સાથે જોડાયેલો છે. હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW