પંજાબ સરકારે સરકારી કર્મચારીઓને વેક્સિનેશનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. જે કર્મચારીઓએ કોરોના વેક્સિન નથી લીધી તેમનો પગાર રોકવાથી લઈને પંજાબ સરકારે આજે એક પરિપત્ર જાહેર કર્યું છે. કેટલાક દિવસ પહેલા પંજાબ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, જે કર્મચારીઓએ વેક્સિન નથી લીધી તેનો પગાર રોકવામાં આવશે. જેને લઈને આજે પરિપત્ર જાહેર કર્યું છે.

પંજાબ સરકારે જાહેરાત કરી છે કે, તમામ કર્મચારીઓને વેક્સિન લગાવવી જરૂરી છે. તેણે કહ્યું છે કે આઈએચઆરએમએલ પોર્ટલ ઉપર વેક્સિન નંબર નાંખવાનો રહેશે. સરકારી કર્મચારીઓ દ્વારા દેવામાં આવેલી જાણકારી નથી નાંખી તેવા કર્મચારીઓને પગાર નહીં આપવામાં આવે. દરેક કર્મચારીઓને પોતાની વેક્સિનની જાણકારી આપવાની રહેશે. તો શુક્રવારે ચંડીગઢમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે. જેના કારણે પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. જાણકારી પ્રમાણે રાજ્યમાં હાઈરિસ્ક દેશોમાંથી 1 હજારથી વધારે લોકો પહોંચ્યાં છે. તેમાંથી ચાર લોકોમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

