HomeGujaratચરાડવા પાસે એસટી વોલ્વો બસની બાઇક સાથે ટક્કર એકનું...

ચરાડવા પાસે એસટી વોલ્વો બસની બાઇક સાથે ટક્કર એકનું મોત

 મોરબી હળવદ રોડ પર ચરાડવા ગામ પાસે એક એસટી બસના ચાલકે બાઈક સવાર બે લોકોને ટક્કર મારી હતી.આ બનાવમાં આધેડને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું જયારે એક વ્યક્તિને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસે એસટી ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.મોરબી અમદાવાદ રૂટની એસટી વિભાગની વોલ્વો બસ નંબર જી.જે.07-yz 6539ના ચાલકે  હળવદના ચરાડવા નજીક બેદરકારી  પુર્વક  ચલાવી જીજે 36 એચ 5872 નમ્બરના બાઈક પર જઈ રહેલા   બાબુભાઇ ઉર્ફે ગણેશભાઇ અમરશીભાઇ ચૌહાણને સામેથી ટક્કર મારી  પછાડી દીધા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવ્યુ હતું તો તેમની સાથે  બાઇકમાં સવાર આ નિલેશભાઇ પ્રભુભાઇ લખતરીયાને શરીરે નાની મોટી ઇજા પહોચાડી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મૃતકના પુત્ર અશ્વિનભાઈ ચૌહાણે હળવદ પોલીસ મથકમાં એસટી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW