HomeNationalઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભડકો, કોંગ્રેસના પૂર્વ CM લઈ શકે છે...

ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભડકો, કોંગ્રેસના પૂર્વ CM લઈ શકે છે સંન્યાસ

રાજસ્થાન બાદ હવે વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઉત્તરાખંડ કોંગ્રેસમાં ડખ્ખા શરૂ થયા છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ સીએમ હરીશ રાવતે પાર્ટીથી નારાજ થયા છે અને તે 5 જાન્યુઆરીના રોજ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી શકે છે. હરીશ રાવતના નજીકના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે આવનારા દિવસોમાં પોતાના રાજનીતિ ભવિષ્યને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. નજીકના સુત્રોએ જણાવ્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ વહેચણી મુદ્દે પક્ષ સાથે નારાજ થયા છે.

તો બીજી તરફ તે પણ કહેવામાં આવી રહ્યું છે કે, હરીશ રાવત પોતાને સીએમના ચહેરાની ઘોષણા કરવા માટેટ પોલિટિક્સ પ્રેશર કરી રહ્યાં છે. ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રભારી દેવેન્દ્ર યાદવે હરીશ રાવતની નારાજગીને લઈને કહ્યું છે કે, તે સીનીયર નેતા છે. તેની સાથે અમારી વાત થઈ નથી અને તેની સાથે વાત કરીને જ હું કહી શકીશ.

જણાવી દઈએ કે હરીશ રાવતે ટ્વિટ કરીને ઉત્તરાખંડની રાજનીતિમાં ભડકો થયો છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ચૂંટણી પ્રચાર કમીટીના અધ્યક્ષ હરીશ રાવતે ટ્વિટ કરીને કહ્યું હતું કે, છે ને અજીબ વાત, ચૂંટણી રૂપી સમુદ્રને તરવાનો છે. સહયોગ માટે સંગઠનના વિભાગોને મોટાભાગના સ્થાનો ઉપર સહયોગનો હાથ આગળ કરવાની જગ્યાએ મોં ફેરવીને ઉભા રહી જાય છે. જે નકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યાં છે.

હરીશ રાવતના આ ટ્વિટથી ભાજપને ચૂંટણી પહેલા જ એક મોટો મુદ્દો હાથ લાગ્યો છે. જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યું છે કે, તે કોંગ્રેસનો અંદરનો પ્રશ્ન છે. પરંતુ મદન કૌશિકે વ્યંગ કરતા કહ્યું છે કે, કોંગ્રેસ આપસમાં ડજ લડી રહી છે વિપક્ષના રૂપની પણ કોંગ્રેસની ભૂમિકા નગણ્ય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW