હળવદ શહેરમાં સ્વામી વિવેકાનંદ સ્કુલ વાળી શેરીમાં પાર્ક કરેલી જીજે 03 એચ આર 0359 નંબરની કારમાંથી ઓઈલ લીક થતું હોવાની વાત કરી એક શખ્સ દ્વારા પીએમ આંગડિયા પેઢીમાં કામ કરતા અમરગીરી હેમતગીરી ગૌસ્વામી નામના કર્મચારીની નજર ચૂકવી હતી અને કારની પાછળની સીટમાં રાખવામાં આવેલ રૂ 40 લાખ ભરેલ થેલાની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા જયારે કર્મચારીએ કારની તપાસ કરી પાછા ફર્યા તો તેનો થેલો ગાયબ જણાયો હતો જે બાદ તેમણે હળવદ પોલીસ મથકને જાણ કરી હતી ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આસપાસ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

જોકે આસપાસના સીસીટીવી કેમેરામાં પણ આવી કોઈ શંકાસ્જોપદ હરકત સામે આવી ન હતી કે ઘટનાની શરૂઆતથી ફરિયાદી શંકાના દાયરામાં આવતા પોલીસે એક તરફ અલગ અલગ દિશામાં તપાસ કરી હતી જયારે બીજી તરફ પોલીસે ફરીયાદી અમરગીરીની પણ ઉલટ તપાસ હાથ ધરી હતી. અને ઉલટ તપાસ દરમિયાન આખું કારસ્તાન સામે આવી ગયું હતું.જે બાદ પોલીસે વધુ આકરું વલણ ધારણ કરતા ખુદ ફરીયાદી અમરગીરીએ કબુલાત કરી હતી ફરિયાદીને દેવું વધી ગયું હતું અને લેણદારો રૂપિયા ચુકવવા દબાણ કરતા હોવાથી દેવું ભરવા આ લુટનું નાટક રચ્યું હોવાનું જણાવ્યું હતું.અમરગીરીની કબુલાત બાદ હળવદ પોલીસે ખોટી રીતે ગેરમાર્ગે દોરવા બદલ તેના વિરુધધ ગુન્હો નોધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

