HomeNationalInter Nationalપાકિસ્તાનમાં ધોળા દિવસે બળજબરીથી હિંદુ મહિલાને ઘસડીને કારમાં બેસાડી કરાઇ કિડનેપ

પાકિસ્તાનમાં ધોળા દિવસે બળજબરીથી હિંદુ મહિલાને ઘસડીને કારમાં બેસાડી કરાઇ કિડનેપ

નવી દિલ્હી, બુધવાર

  પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો અવારનવાર સામે આવતા રહે છે. હવે ભજાપના એક નેતાએ એક વીડિયો શેયર કરીને દાવો કર્યો છે કે પાકિસ્તાનના સિંધમાં એક હિંદુ યુવતીને ધોળાદિવસે કિડનેપ કરીને લઈ જવામાં આવી છે. ભાજપના નેતા મનજિંદરસિંહ સિસરાએ આના સંદર્ભે એક વીડિયો પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેયર કર્યો છે.

  ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેયર કરતા સિરસાએ લખ્યુ છે કે મૌન જોઈને ચકિત છું. જોવો કેવી રીતે સેશન કોર્ટની બહાર એક હિંદુ યુવતીને કિડનેપ કરી લેવામાં આવી. આ બધું પાકિસ્તાનના સિંધના ઉમરકોટમાં થયું. તે મદદ માટે બૂમો પાડતી રહી છે. પરંતુ કોઈપણ તેની મદદ કરી રહ્યું નથી. તેને વાળ પકડીને ઘસડીને બળજબરીથી કારમાં બેસાડી કિડનેપ કરાય રહી છે.

  આ વીડિયોમાં દેખાય રહ્યુ છે કે કેટલાક લોકો એક મહિલાને વાળ પકડીને ઘસડી રહ્યા છે. દેખાય રહ્યું છે કે દિવસે મહિલા સાથે ગેરવર્તુણક થઈ રહી છે. વીડિયોમાં દેખાય રહ્યું છેકે કેટલાક લોકો મહિલાનને ઘસડી રહ્યા છે અને તેને બળજબરીપૂર્વક કારની પાસે લઈ જઈ રહ્યા છે. તે દરમિયાન મહિલા બચાવ માટે બૂમો પાડી રહી છે. આશ્ચર્યની વાત એ પણ છે કે આ દરમિયાન ત્યાં ઘણાં લોકો એકઠા થયેલા હતા. પરંતુ કોઈએ પણ મહિલાની મદદ કરી નહીં.

  મહત્વપૂર્ણ છે કે કરાચીના નારાયાણપુરા વિસ્તારના જૂના શહેરમાં સોમવારે રાત્રે નારાયણ મંદિરમાં રાખવામાં આવેલી દેવીદેવતાઓની મૂર્તિઓને તોડવામાં આવી છે. આ ઘટનાના આરોપીની ઓળખ મુહમ્મદ વલીદ શબ્બીર તરીકે થઈ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી સરફરાજ નવાજે કહ્યુ છે કે મૂર્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં શબ્બીરને એરેસ્ટ કરી લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW