HomeNationalમુસ્લિમ બહુલ લક્ષદ્વીપની સ્કૂલોમાં જૂની પરંપરામાં પરિવર્તન, શુક્રવારની રજા કરાય કેન્સલ

મુસ્લિમ બહુલ લક્ષદ્વીપની સ્કૂલોમાં જૂની પરંપરામાં પરિવર્તન, શુક્રવારની રજા કરાય કેન્સલ

લક્ષદ્વીપ, મંગળવાર

   લક્ષદ્વીપમાં 6 દશક જૂના નિયમો બદલાય રહ્યા છે. આ મુસ્લિમ બહુલ ટાપુ પર હવેથી શુક્રવારે રજા નહીં રહે. લક્ષદ્વીપ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે એલાન કર્યું છે કે હવેથી દર રવિવારે રજા રહેશે. ત્યારે શુક્રવારે સ્કૂલમાં આવવું પડશે. અત્યાર સુધી જુમ્માની નમાજના કારણે વિદ્યાર્થીઓને શુક્રવારે રજા આપવામાં આવતી હતી. પરંતુ હવે આ વર્ષો જૂની પરંપરામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

   લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈસલે પ્રશાસનના આ નિર્ણયનો વિરોધ કર્યો છે., તેમના પ્રમાણે, આ સંવેદનશીલ મુદ્દાઓ પર વાતચીત દ્વારા સંમતિ બનાવાય છે. તેઓ કહે છે કે 6 દશક પહેલા જ્યારે આ ટાપુઓ પર સ્કૂલો ખોલવામાં આવી હતી, ત્યારથી શુક્રવારની રજા અને શનિવારે હાફ ડે આપવામાં આવતો હતો. પરંતુ હવે પ્રશાસને જે નિર્ણય કર્યો છે, તે કોઈ વાતચીત વગર કરવામાં આવ્યો છે. ન સ્કૂલો સાથે વાત કરવામાં આવી છે, ન તો કોઈ જિલ્લા પંચાયત સાથે. આ બિલકુલ એકતરફી નિર્ણય છે.

   હવે કહેવામાં આવે છે કે પ્રશાસને આ નિર્ણય એટલા માટે લીધો છે, કારણ કે તેઓ ઓછા સમયમાં બાળકોને વધુ ભણાવવા માંગે છે. તેઓ પોતાના મર્યાદીત સંસાધનોનો સારા અંદાજમાં ઉપયોગ કરવામાં માંગે છે. તેના કારણે 6 દશકો જૂના નિયમોમાં પણ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હાલ આ નિર્ણય નવો છે અને તેને કારણે વિરોધના સૂર પણ સ્પષ્ટ સંભળાય રહ્યા છે. સ્કૂલ પ્રશાસન અને કેટલાક અન્ય બુદ્ધિજીવી જ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

   લક્ષદ્વીપ ડિસ્ટ્રિક્ટ પંચાયતના કાઉન્સેલર પી. પી. અબ્બાસે કહ્યુ છે કે પ્રશાસને બાળકો અને તેમના માતાપિતાની માન્યતાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ। તેમના તરફથી અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ણયને લઈને ફરીથી વિચાર કરે. તેમણે પત્ર લખીને આ નિર્ણયનો વિરોધ કર્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે લક્ષદ્વીપ મુસ્લિમ બહુલ વિસ્તાર છે, તેવામાં અહીં જુમ્માની નમાજને કારણે શુક્રવારે રજા આપવામાં આવી છે. કોઈપણ તેને છોડી શકે નહીં. તેવામાં પ્રશાસને તમામને સાથે બેસાડવા જોઈએ અને પછી આ સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW