HomeGujaratવાંકાનેર ચિત્રાખડાના ઉમેદવારને એક પણ મત ન મળ્યો,પોતે આપેલ મત પણ ફેલ...

વાંકાનેર ચિત્રાખડાના ઉમેદવારને એક પણ મત ન મળ્યો,પોતે આપેલ મત પણ ફેલ ગયો

રાજ્યની ગ્રામ પંચાયત ચુંટણી માટે ગત 19મી ના રોજ એક સાથે મતદાન યોજાયું હતું.વાંકાનેરની પણ અલગ અલગ ગ્રામ પંચાયત માટે મતદારો એ મતદાન કર્યું હતું.અલગ અલગ ગ્રામ પંચાયત માટે થયેલા આ મતદાનની આજે મતગણતરી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામમાં સરપંચ માટે ત્રણ ઉમેદવાર ઉભા રહ્યા હતા જેમાં વિજેતા ઉમેદવારને ૪૮૯ જયારે બીજા ક્રમે રહેલા ઉમેદવારને 455 મત મળ્યા હતા જોકે ત્રીજા ઉમેદવાર તરીકે ઉભા રહેલા અનુબેન સામત ભાઈ ડાભીને મળેલા આકડા શરમજનક સ્થિતિ ઉભી હતી કારણ કે તેઓને ગામમાંથી એક પણ મત મળ્યો ન હતો સૌથી ખરાબ વાત તો એ બની કે તેઓએ આપેલ મત પણ મત પત્રકમાં યોગ્ય રીતે ન હોવાથી તેમનો મત ફેલ ગયો હતો. as સિવાય મેસરિયા ગામમાં પણ સરપંચ પદના ઉમેદવાર કમુબેન પરમારને માત્ર બે મત મળ્યા હતા તો રાજસ્થળી ગામમાં પણ ઉમેદવારને હેમુબેન ડાભીને પણ માત્ર 2 મત જ મળ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW