HomeGujaratCentral Gujaratપાટિલને દિલ્હી હાઈ કમાન્ડની ફટકાર, લપસતી જીભ ઉપર કાબુ રાખો

પાટિલને દિલ્હી હાઈ કમાન્ડની ફટકાર, લપસતી જીભ ઉપર કાબુ રાખો

ગાંધીનગર, મંગળવાર

  ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટિલ છેલ્લા કેટલાય સમયથી ભાજપના સંમેલનો અને સ્નેહ મિલન કાર્યક્રમોમાં નીત નવા નિવેદનો કરતા હતા. વિધાનસભામાં 100 નવા ઉમેદવારો શોધવાના છે, સહકારી ક્ષેત્રમાં ભાજપના કાર્યકરોને નોકરી આપજાે નહી આપો તો હિસાબ થશે. ત્રણ વર્ષથી વધારે ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવશે નહી જેવા અનેક વિવાદાસ્પદ નિવેદનો કરતા પાટિલ સામે આખરે દિલ્હી આલા કમાને લગામ કસી છે.

 પાટિલના મનફાવે નિવેદનોના કારણે ગુજરાત ભાજપના નેતાઓમાં પણ છૂપો રોષ હતો અને કેટલાક જૂનાજાેગી નેતાઓએ તો દિલ્હી દરબારમાં પણ રજૂઆત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સામી વિધાનસભાની ચૂંટણીએ પાટિલના વિવાદાસ્પદ અને મનઘડંત નિવેદનોના કારણે ભાજપની ઈમેજ ખરાબ થતી હોવાનો તર્ક રજૂ કરાયો છે અને દિલ્હી આલા કમાને પાટિલને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, મનફાવે તેવા નિવેદનો કરવાથી દૂર રહેવું. દિલ્હી આલા કમાનની ફટકાર બાદ પાટિલના નિવેદનો હવે બંધ થઈ ચૂક્યા છે જેના કારણે ભાજપના જૂનાજાેગી નેતાઓ પણ મનોમન મલકાય રહ્યા છે. પાટિલે પ્રમુખ બન્યા પછી એકહથ્થુ શાસન શરૂ કર્યું હોય તેવી છાપ પણ ઉપસી રહી હતી. 

  છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટિલ ભાજપના વિવિધ કાર્યક્રમોમાં વિવાદાસ્પદ અને મનઘડંત નિવેદનો કરતા હતા. વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ઉમેદવારો શોધવાના છે તો સહકારી ક્ષેત્રમાં ભાજપનો કાર્યકર નોકરીથી વંચિત રહી ન જાય. ભાજપમાં હવે કોઈ કોંગ્રેસના નેતાને લેવાનો નથી જેવા અનેક નિવેદનો વારંવાર સામે આવતા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોની ટિકીટ કાપી નાખવામાં આવશે તેવા નિવેદનોએ અનેક જૂનાજાેગીઓના બ્લેડ પ્રેશર વધારી દીધા હતા. પાટિલે જ્યારથી પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ તડને ફડ નિર્ણય લેતા હતા અને અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ નો-રિપીટ થિયરી લાવ્યા હતા.

  આ મામલે ભાજપના અનેક જૂનાજાેગીઓએ અંદરખાને વિરોધ કર્યો હતો પણ કંઈ ચાલ્યું નહોતું અને પાટિલ નો-રિપીટ થિયરીમાં સફળ થયા હતા. પાટિલના વારંવાર બે જવાબદારભર્યા નિવેદનો સામે આવતા હતા અને તેના કારણે ભાજપના નેતાઓ પણ અંદરખાને નારાજ હતા અને આ મામલે કેટલાક જૂના જાેગીઓ નેતાઓએ દિલ્હી દરબારમાં પણ રજૂઆત કરી હોવાનું ચર્ચા રહ્યું છે. દિલ્હી આલા કમાને આખરે પાટિલની લપસતી જીભ ઉપર લગામ કસી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે, વિવાદાસ્પદ નિવેદનો કરવાથી દૂર રહેવું, વિધાનસભાની ચૂંટણી અંગે પણ કોઈ નિવેદનો કરવા નહી. દિલ્હી આલા કમાનની ફટકાર બાદ પાટિલના નિવેદનો હવે બંધ થયા છે જેને લઈ પાર્ટીના જૂનાજાેગી નેતાઓ મનોમન મલકાય રહ્યા છે. દિલ્હી આલા કમાનનો સ્પષ્ટ મત છે કે, પાટિલના નિવેદનો સામે પાર્ટીમાં જ વિરોધનો સૂર ઊઠતો હતો પણ કોઈ ખુલીને બોલી શક્તું નહોતું. સામી વિધાનસભાની ચૂંટણીએ આવા નિવેદનો ભાજપને જ નુકસાન કરે તેવું સાબિત થઈ શકે તેમ હતું. આથી હવે પાટિલને બેફામ નિવેદનબાજી ન કરવા માટે કહેવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW