HomeGujaratડ્રગ્સની ડિલિવરી માટે હતો કોડવર્ડ,આ શબ્દ સાંભળીને ચોંકી જશો

ડ્રગ્સની ડિલિવરી માટે હતો કોડવર્ડ,આ શબ્દ સાંભળીને ચોંકી જશો

સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે. ત્યારે કચ્છમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક અને જખૌથી આશરે 35 નોટીકલ માઇલ દુર ભારતની હદમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપ્યું છે અને 6 પાકિસ્તાની લોકોની ધરપકડ કરી છે.

પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી હશન તથા હાજી કાસમે ડ્રગ્સની ડિલીવરી કરવા માટે એક બોટની વ્યવસ્થા કરવા મોહમદ ઇમરાનને જણાવ્યું હતું. પાકિસ્તાની બોટ અલહુસૈનીમાં કરાચીથી મીણિયાની થેલીઓમાં આ જથ્થો રાખવામાં આવ્યો હતો. ભારતીય જળસીમામાં ગુજરાતના જખૌથી આશરે 35 નોટિકલ માઇલ દૂર રહી વી.એચ.એફ.ચેનલ નંબર 71 ઉપર હરી-1 અને હરી-2 નામના કોડવર્ડથી આ જથ્થો ડિલિવરી કરવાના હતા. માછીમારી બોટમાં 77 કિલો હેરોઇનના જથ્થા સાથે પકડાયેલા છ પાકિસ્તાની પૈકી એક વૃદ્ધ છે.

નવયુવાનોને દરિયામાં કઇ કઇ જગ્યાઓ છે અને ત્યાં કઇ કઇ એજન્સીઓ પેટ્રોલીંગમાં રહેતી હોય છે તેનો અંદાજ હોતો નથી, પણ વૃદ્ધ આખી જિંદગી દરિયો ખેડયો હોવાથી તેને કઇ જગ્યાએ કઇ એજન્સી પેટ્રોલિંગમાં રહે છે તેમજ કઇ જગ્યાએ સરળતાથી ઘુસણખોરી થઇ શકે તેનો અંદાજ હોવાથી તેને સારી ટીપ આપવાની લાલચ આપી કમાઇ લેવા માટે સમાવેશ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW