HomeGujaratયુવરાજસિંહે ગૌણ સેવા પર સાધ્યું નિશાન, ગૌણ સેવાએ પુરાવા માન્ય ન રાખ્યા,...

યુવરાજસિંહે ગૌણ સેવા પર સાધ્યું નિશાન, ગૌણ સેવાએ પુરાવા માન્ય ન રાખ્યા, મીડિયાએ રાખ્યા તેનો આભાર

ગાંધીનગર,મંગળવાર

   પેપર લીક કાંડમાં થયેલા મોટા ખુલાસાઓ બાદ આજે ગુજરાત સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે જે હવે માર્ચ મહિનામાં લેવામાં આવશે. તો બીજી તરફ સમગ્ર મુદ્દાને પુરાવા સાથે રજૂ કરનાર આંદોલનકારી અને AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પર નિશાન સાધ્યું છે. અને કહ્યું કે ગૌણ સેવાએ પુરાવા માન્ય ન રાખ્યા, મીડિયાએ રાખ્યા તેનો આભાર.

  આંદોલનકારી અને AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય આવકારું છું સાથે જ વેધક સવાલ કરતાં કહ્યું કે સરકારી પ્રેસ હોવા છતા ખાનગી પ્રેસને પેપર છાપવા આપવાનું કારણ શું? તેની પણ તપાસ થવી જોઈએ. પરીક્ષા રદ કરવાની જાહેરાત થતા જ યુવરાજસિંહએ મીડિયાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે ખાનગી પ્રેસને કેમ પેપર છાપવા અપાય છે તે એક મોટો સવાલ છે. ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા પર પણ શંકાની સોય ઘેરાયેલી છે. ગૌણ સેવા પસંદગીના અધ્યક્ષ,સચિવ કે અધિકારી જેની સંડોવણી હોય તેમને સજા મળે તેવી માંગ કરતાં કહ્યું છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે. માટે `હવે વિશ્વસનિયતા જળવાય તે જરૂરી છે તેને લઈને તપાસ પાસે SITની રચના કરવામાં આવે. સાથે આ પહેલા લેવાયેલી સબ ઓડિટરની પરીક્ષા પર પણ શંકા છે તેની પણ તપાસ થાય તેવી માંગ યુવરાજસિંહે કરી છે.88 હજાર વિદ્યાર્થીઓના ટ્રાવેલિંગ ખર્ચ અંગે પણ સરકારને વિચાર કરવા રજૂઆત કરશે તેવી વાત મૂકી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW