HomeNationalInter Nationalપાકિસ્તાનના કરાચીમાં હિંદુ મંદિરમાં તોડફોડ, કસ્ટડીમાં લેવાયો આરોપી

પાકિસ્તાનના કરાચીમાં હિંદુ મંદિરમાં તોડફોડ, કસ્ટડીમાં લેવાયો આરોપી

કરાચી, મંગળવાર

  પાકિસ્તાનમાં ફરી એકવાર હિંદુ મંદિરમાં તોડફોડની ઘટના સામે આ છે. અહેવાલ મુજબ, કરાચીમાં એક મંદિરમાં તોડફોડ કરવાના આરોપમાં 20 ડિસેમ્બરે રાત્રે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

  પાકિસ્તાની મીડિયા પ્રમાણે, આરોપી 20 ડિસેમ્બરની સાંજે કરાચીના રણછોડ લાઈન વિસ્તારમાં એક હિંદુ મંદિરમાં ઘૂસી ગયો અને હિંદુ દેવી જોગ માયાની મૂર્તિને હથોડાથી નુકસાન પહોંચાડયું. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, બાદમાં લોકોએ આરોપીને ઝડપી લીધો અને તેને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. આરોપી વિરુદ્ધ ઈશનિંદા સાથે જોડાયેલી કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

  સ્થાનિક એસએસપી સરફરાજ નવાઝે કહ્યુ છે કે વલીદ નામના શખ્સે નયનપુરા ખાતેના નારાયણ મંદિરમાં એક મૂર્તિને તોડી નાખી છે. જ્યારે તે મંદિરની અંદર જ હતો, તો લોકો એકઠા થયા હતા. તેને પકડીને તેને માર મારવામાં આવ્યો અને પછી પોલીસને તેની સોંપણી કરાય હતી. તેમણે કહ્યુ છે કે શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પાસેથી એક હથોડો જપ્ત કરવામાં આવ્યો છે. વલીદ વિરુદ્ધ મામલો નોંધવામં આવ્યો છે અને મામલાની તપાસ કરાય રહી છે.

  ભાજપના નેતા મનજિંદરસિંહ સિરસાએ આ મામલાની ટીકા કરી છે અને આ મામલાને લઘુમતીઓ વિરુદ્ધ પાકિસ્તાન સરકાર સમર્થિત આતંકવાદ ગણાવી છે. તેમણે કહ્યુ છે કે રાંચોર લાઈનમાં વધુ એક હિંદુ મંદિર તોડવામાં આવ્યું. કરાચી પાકિસ્તાનના હુમલાખોરોએ આ બર્બરતાને એમ કહેતા યોગ્ય ઠેરવી છે કે મંદિર પૂજા સ્થાન હોવાને યોગ્ય નથી. સિરસાએ કહ્યુ છે કે આ પાકિસ્તાનની લઘુમતીઓ વિરુદ્ધ સરકાર સમર્થિત આતંકવાદ છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓના પૂજાસ્થાનો પર સતત હુમલા થતા રહે છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા લઘુમતીઓના હિતોની સુરક્ષા નહીં કરવા માટે પાકિસ્તાનની સતત ઝાટકણી કઢાય રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW