HomeNationalકપૂરથલા મર્ડરમાં પોલીસનો યૂટર્ન, 45 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં 8 ફોન આવ્યા બાદ...

કપૂરથલા મર્ડરમાં પોલીસનો યૂટર્ન, 45 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં 8 ફોન આવ્યા બાદ હત્યાનો કેસ નોંધ્યાની વાતને ફેરવી તોળી

કપૂરથલા, સોમવાર

   પંજાબના કપૂરથલા જિલ્લામાં બેઅદબીના આરોપમાં યુવકના મોબ લિંચિંગ મામલામાં પંજાબ સરકાર અને પોલીસ સંપૂર્ણપણે ઘેરાય ગઈ છે. રવિવારે પહેલા આઈજી ગુરિંદરસિંહ ઢિલ્લો અને એસએસપી એચ.પી.એસ. ખખે કહ્યુ હતુ કે હત્યા કરનારાઓ પર કેસ નોંધી લેવામાં આવ્યો છે. તેમણે એફઆઈઆર નંબર પણ આપ્યો હતો. એમ પણ કહ્યુ હતુ કે 4 લોકોના એફઆઈઆરમાં નામ લખવામાં આવ્યા છે. જ્યારે 100 અનામ વ્યક્તિઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે તેના પછી પ્રેસ કોન્ફરન્સમાં ફોન આવવાના શરૂ થઈ ગયા. ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં 45 મિનિટમાં 8 ફોન આવ્યા અને તેમાથી 5 ફોન આઈજીએ તથા 3 ફોન એસએસપીએ સાંભળ્યા. તેના પછી તેઓ આ પ્રેસ કોન્ફરન્સમાં જ કેસ નોંધવાની વાત પરથી ફરી ગયા હતા.

   પહેલા એસએસપીએ કહ્યુ કે 2 એફઆઈઆર નોંધવામાં આવી છે. કપૂરથલાના એસએસપી ખખે કહ્યુ કે નિજામપુર મોડ ખાતે ડેરા ચલાવનારાઓએ નિવેદન આપ્યું છે કે યુવક ચોરીની નિયતથી આવ્યો હતો. તેણે નીચેથી નિશાન સાહિબના કપડાને ખોલીને બેઅદબીની કોશિશ કરી . એક કેસ આ મામલામાં નોંધાયો છે. આ મામલામાં એફઆઈઆર નંબર-305 નોંધવામાં આવી છે. બીજી એફઆઈઆર નંબર-306 મર્ડર કેસમાં નોઁધવામાં આવી છે. તેમા પોલીસને ડ્યૂટીથી રોકવા, પોલીસકર્મીઓને જાનથી મારવાની કોશિશ કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. અમે સોશયલ મીડિયા ફંફોસી રહ્યા છીએ. સોશયલ મીડિયા દ્વારા જ આખા મામલાને ભડકાવવામાં આવ્યો છે.

   ત્યાર બાદ આઈજીએ કહ્યુ કે કેસ એસએચઓના નિવેદન પર નોંધવામાં આવ્યો છે. જેમના પર આરોપ લાગી રહ્યો છે, તે પ્રવાસી મજૂર લાગી રહ્યો છે. તેને મારવામાં આવ્યો. તેનો વીડિયો બનાવવામમાં આવ્યો અને ભીડ એકઠી થતી રહી. તેના પછી તેમણે તેને મારી નાખ્યો. જ્યારે પોલીસ ગઈ તો તેના પર પણ હુમલો કરાયો હતો. પોલીસે લોકોને શાંત કરતી રહી, પરંતુ તેમણે ઈરાદાપૂર્વક લોકોને એકઠા કરવા માટે મેસેજ શેયર કર્યા. આઈજીએ કહ્યુ હતુ કે 306 નંબરની એફઆઈઆરમાં 4 લોકો નામજદ છે. તેમના સિવાય લગભગ 100 લોકો અજ્ઞાત છે. જો કે તેમણે નામજદ આરોપીના નામ જણાવ્યા ન હતા અને તેના માટે મામલાના સંવેદનશીલ હોવાનો તર્ક આપ્યો હતો.

   તેના પછી આઈજીએ યૂટર્ન લીધો અને હજી 306 નંબર એફઆઈઆર થઈ નથી. માત્ર 305 નંબરની એફઆઈઆર નોંધાય છે. હાલ તે વેરિફિકેશન કરાવી રહ્યા છે. તેમાં નિવેદન લખી રહ્યા છે. હાલ 302 એટલે કે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો નથી. તેમા તમામ આરોપીઓની ઓળખ થઈ નથી. આ મામલામાં પહેલા કપૂરથલાના એસએસપી ખખે કહ્યુ હતુ કે યુવક ચોરીના ઈરાદે આવ્યો હતો. તેણે કોઈ બેઅદબી કરી નથી. ભીડે તેનું મર્ડર કર્યું છે. આ મામલામાં તેઓ હત્યાનો કેસ નોંધી રહ્યા છે. તેમણે મ પણ કહ્યુ હતુ કે નિજામપુર મોડના ગુરુદ્વારામાં શ્રી ગુરુગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપ સાથે કોઈ છેડછાડ થઈ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW