દ. આફ્રિકામાં મળેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટે તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે.બ્રિટનમાં પરિસ્થિતિ ખરાબ રીતે વણસી છે. ત્યાં એક જ દિવસમાં ઓમિક્રોનના 12 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. તો ઈઝરાયલમાં કોરોનાની પાંચમી લહેર આવી ચુકી છે. વડાપ્રધાન નફ્તાલી બેનેટે લોકોને વેક્સિન લગાવવા અને સાવધાની રાખવાની અપીલ કરી છે.
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી પ્રમાણે, બ્રિટનમાં રવિવારે કોરોનાના 82886 નવા કેસ આયા. હતા. તેમાંથી 12133 કેસ ઓમિક્રોન વેરિએન્ટના હતા. બ્રિટનમાં અત્યાર સુધીમાં 37101 ઓમિક્રોન વેરિએન્ટના કેસ સામે આવી ચુક્યા છે. જો કે રાહતની વાત એ છે કે બ્રિટનમાં નવા કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે. બ્રિટનમાં શુક્રવારે 93405, શનિવારે 90418 કોરોના ચેપગ્રસ્તો મળ્યા હતા.
બ્રિટનના આરોગ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યુછે કે નવો વેરિએન્ટ ઘણો ઝડપથી ફેલાય રહ્યો છે. તેમણે આશંકા વ્યક્ત કરી છેકે ઓમિક્રોનના ચેપગ્રસ્તોનો આંકડો ઘણો વધારે હોવાની શક્યતા છે. તેમણે કહ્યુ છે કે ઓમિક્રોનના હાલ જેટલા મામલા સામે આવી રહ્યા છે. તે સંખ્યા આનાથી ઘણી વધારે હોવાની શક્યતા છે, કારણ કે હજી ઘણાં બધાં લોકો એજ છે કે જેઓ ટેસ્ટ કરાવી રહ્યા નથી.

અમેરિકાના ટોચના એક્સપર્ટ ડૉ. એન્થની ફૌચીએ કહ્યુ છે કે ઓમિક્રોન વેરિએન્ટ ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે. એનબીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં વધુ બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના મામલા જોવા મળી શકે છે. તેમણે કહ્યુ છે કે જે લોકો બૂસ્ટર ડોઝ લઈ ચુક્યા છે અને તમામ સાવધાનીઓ દાખવી રહ્યા છે, તે લોકો આનાથી બચી શકશે.
ઓમિક્રોનના ફેલાવાની સાથે જ ઈઝરાયલમાં કોરોનાની પાંચમી લહેર આવી છે. વડાપ્રધાન નફ્તાલી બેનેટે રવિવારે લોકોને વેક્સિન લેવા અને સાવધાની રાખવાની અપીલ કરી છે. રવિવારે દેશને સંબોધિત કરતા નફ્તાલીએ કહ્યુ હતુ કે ઓમિક્રોનના મામલા ભલે હાલ વધારે નથી, પરંતુ તે બેહદ સંક્રમક વેરિએટ છે. બેથી રણ દિવસમાં જ તેના કેસ બેગણા થઈ જાય છે. તેમણે કહ્યુ છે કે ઈઝરાયલમાં 5મી લહેર શરૂ થઈ ચુકી છે.
94 લાખની વસ્તીવાળા ઈઝરાયલમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 134 કેસ સામે આવી ચુક્યા છે. ઈઝરાયલના આરોગ્ય મંત્રાલય પ્રમાણે, 307 દર્દી હજી પણ શંકાસ્પદછે, તેમાંથી પણ 167 એવા છે કે જેમના કોઈ લક્ષણ દેખાતા નથી. રવિવારે ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયની સલાહકાર સમિતિએ અમેરિકાને પણ રેડ લિસ્ટમાં નાખવાની ભલામણ કરી છે, જેથી ઈઝરાયલી નાગરિક મંજૂરી વગર અમેરિકાની યાત્રા કરી શકે નહીં.

