HomeGujaratરાજ્યમાં શાળાઓ બંધ નહીં કરવાના નિર્ણય સાથે, શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી

રાજ્યમાં શાળાઓ બંધ નહીં કરવાના નિર્ણય સાથે, શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી

ગાંધીનગર,સોમવાર

  રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગુજરાતમાં વધતા કોરોના-ઓમિક્રોનના કેસ સામે સ્કૂલો બંધ રાખવાની માગ થઇ રહીં છે. તેને આડકતરી રીતે ફગાવી દેતા કહ્યું હતુ કે, કોરોના સામે હિંમતથી લડવાનું છે, તકેદારી રાખવાની છે, સાવધાની રાખવાની છે. કોરોના સામેની તકેદારી રાખવા માટે શિક્ષણ વિભાગ એક પરિપત્ર જાહેર કર્યો છે. શિક્ષણ મંત્રીના આદેશના પગલે શિક્ષણ વિભાગ રવિવારે પણ ચાલુ રહ્યો હતો અને તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરીને શાળાઓ્ને તકેદારી માટે કયાં પગલા ભરવા તેની સૂચના આપી હતી.

  શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં શાળાઓ બંધ નહીં થાય. આ માટે શિક્ષણ વિભાગે એક ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે જાહેર કરી છે. જે મુજબ શાળાના તમામ સ્ટાફે વેકસીનના બંને ડોઝ લીધા છે કે નહીં તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી.

ધો. 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચના
1.તમામ સ્ટાફ દ્વારા વેક્સિનના બંન્ને ડોઝ સુનિશ્ચિત કરવું.
2.કોઇપણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો
3.વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારનો રોગ દેખાય તો જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરવાની રહેશે.
4.વાલીઓએ પણ પરિવારમાં કે બાળકમાં સંક્રમણ જણાય તો શાળાએ મોકલવું નહીં.
5. શાળાએ ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રાખવાની રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW