HomeGujaratહીટર યુઝર્સ સાવધાન : બેદરકારીથી હીટરનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે,...

હીટર યુઝર્સ સાવધાન : બેદરકારીથી હીટરનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે, જાણો તેનાં જોખમ અને સાવચેતીની રીતો

અમદાવાદ,સોમવાર

  શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન ગરમી માટે લોકો ઘરો અને કારમાં હીટર અને બ્લોઅરનો ઉપયોગ કરે છે, પરંતુ તેના કેટલાક નુક્સાન પણ છે.વધારે ઠંડીમાં હીટર જરૂરી તો છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ જરૂરી છે. કેટલાક લોકો સ્નાન કર્યાના પછી તરત હીટર સામે બેસી જાય છે કેટલાક લોકો આખી રાત હીટર ચલાવે છે. કારમાં પણ લોકો સતત હીટર ચલાવી ડ્રાઈવ કરે છે.

રૂમ હીટરનો વધારે ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી
  રૂમ હીટર સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. એક્સપર્ટનું માનવું છે કે તેને બદલે ગરમી પ્રાપ્ત કરવાના અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. રૂમ હીટર બંધ રૂમમાં હવાને શુષ્ક બનાવે છે, જેને લીધે આંખોમાં ખંજવાળ અને સ્કિન ડ્રાય બને છે.

હીટરનો ઉપયોગ કરતાં સમયે આ વાતનું ધ્યાન રાખો
  તમે રૂમ હીટરનો બને તેટલો ઓછો પ્રયોગ કરો, જેથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે. તેનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવો જોઈએ.

સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો
  રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા હો તો ખાનપાન પર વિશેષ ધ્યાન આપો. શુષ્ક હવાને લીધે શરીરમાં પાણીની ઊણપ સર્જાતા ડિહાઈડ્રેશનનો ભય રહે છે.તેનાથી બચવા માટે શિયાળામાં ગરમપીણા પીવાનું રાખો. આ સિવાય રૂમ ગરમ થતાં જ બારી, દરવાજા ખોલી દો. હીટર જોડે બેસી રહ્યા પછી તરત જ બહાર ન જાઓ.

હીટર કઈ રીતે કરે છે કામ ?
 મોટાભાગના હીટર્સની અંદર લાલ ગરમ ધાતુ જેવા તાર અથવા સિરામિક કોર હોય છે. તે રૂમના તાપમાનને વધારવા માટે ગરમ હવા બહાર ફેંકે છે. આ ગરમ હવા વાતાવરણની નમીને ખોઈ નાખે છે. હીટરથી હવા ખૂબ જ વધારે શુષ્ક હોય છે. તેના ઉપરાંત હીટર હવાથી ઓક્સીજનને પણ ખર્ચ કરવાનું કામ કરે છે.

હીટરથી થતા નુકસાન
  હીટરથી નિકળતી હવા સ્કિનને ખૂબ જ ડ્રાય બનાવી દે છે. હીટરના કારણે લોકોને ઉંઘ ન આવવી, માથામાં દુઃખાવા જેવી સમસ્યાઓ થાય છે. કન્વેન્શન હીટર, હૈલોજન હીટર અને બ્લોઅરના વધુ પડતા ઉપયોગથી તમે બીમાર પડી શકો છો. આ હીટરથી નિકળતું કેમિકલ શ્વાસ દ્વારા શરીરની અંદર પ્રવેશ કરે છે અને અંદરના ભાગને નુકસાન કરે છે. ખાસ કરીને તમને અસ્થમા અથવા અલર્જીની સમસ્યા થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW