HomeNationalગુરુદાસપુરમાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, બીએસએફએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું

ગુરુદાસપુરમાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, બીએસએફએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું

ગુરુદાસપુર,સોમવાર

  ગુરુદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા નજીક એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. તેના પછી વિસ્તારમાં દહેશત ફેલાય છે. પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફની ટુકડીએ ડ્રોન પર પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. તેની સાથે જ ઉચ્ચાધિકારીઓને મામલાની જાણકારી આપવામાં આવી છે. ડ્રોન પાછુ પાકિસ્તાનના વિસ્તારમાં ચાલ્યું ગયું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. આના પહેલા ફિરોજપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું.

  બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ એએનઆઈને કહ્યું છે કે ઘટના સોમવારે સવારે 12.30 કલાકની છે. જાણકારી પ્રમાણે ગુરુદાસપુર સેક્ટર નજીક આંતરરાષ્ટ્રીય સીમા પર એક પાકિસ્તાની ડ્રોનનો અવાજ સંભાળાયો હતો. ડ્રોનનો અવાજ સાંભળ્યા બાદ બીએસએફના જવાનો સક્રિય થઈ ગયદા હતા. મોડી રાત્રે પેટ્રોલિંગ કરનારી ટીમે ડ્રોન પર પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે.

  અધિકારીઓ પ્રમાણે, પેટ્રોલિંગ કરી રહેલી ટીમ દ્વારા ફાયરિંગ કરાયા બાદ ડ્રોન પાકિસ્તાની વિસ્તારમાં ચાલ્યું ગયું. ડ્રોન સંદર્ભે વધારે જાણકારી એકઠી કરાય રહી છે. એ પણ જાણવાની કોશિશ કરાય રહી છે કે પાકિસ્તાનનો ડ્રોનને ભારતીય સીમામાં મોકલવાનો ઉદેશ્ય શું હતો?

  આના એક દિવસ પહેલા ફિરોજપુર સેક્ટરમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. જો કે ત્યારે બીએસએફની ટીમ ડ્રોનને તોડી પાડવામાં સફળ રહી હતી. ડ્રોનને તોડી પડયા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું હતુ. બીએસએફને આશંકા હતી કે આ ચાઈના મેડ ડ્રોન હેરોઈન અથવા હથિયારોની ખેપ ફેંકીને પાછું ફરી રહ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW