HomeNationalInter Nationalપાકિસ્તાનમાં મળ્યું 2300 વર્ષ જૂનું મંદિર, ખોદકામમાં સિક્કા, અંગૂઠીઓ, વાસણો સહીત 2700...

પાકિસ્તાનમાં મળ્યું 2300 વર્ષ જૂનું મંદિર, ખોદકામમાં સિક્કા, અંગૂઠીઓ, વાસણો સહીત 2700 અમૂલ્ય વસ્તુઓ નીકળી

પેશાવર, રવિવાર

   ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનમાં પાકિસ્તાની અને ઈટાલિયન પુરતત્વવિદોની એક સંયુક્ત ટુકડીએ બૌદ્ધકાળના 2300 વર્ષ જૂના એક મંદિરને શોધવામાં સફળતા મેળવી છે. તેની સાથે જ કેટલી અન્ય અમૂલ્ય કલાકૃતિઓ પણ ખોદકામમાં મળી આવી છે. આ મંદિર ખૈબરપખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં બારીકોટ તાલુકાના બૌદ્ધકાળના બાજીરા શહેરમાં મળી છે. આ મંદિરને પાકિસ્તાનમાં બૌદ્ધકાળનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે.

   આના સંદર્ભે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે પાકિસ્તાન અને ઈટાલિયન પુરાતત્વવિદોએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ઐતિહાસિક સ્થાન પર સંયુક્તપણે ખોદકામ કરવા દરમિયાન બૌદ્ધકાળનું 2300 વર્ષ જૂનું એક મંદિર શોધ્યું છે અને તેના સિવાય અન્ય અમૂલ્ય કલાકૃતિઓ પણ શોધી છે. સ્વાતમાં મળેલું આ મંદિર પાકિસ્તાનના તક્ષશિલામાં મળેલા મંદિરોથી પણ જૂનું છે.

   મંદિર સિવાય પુરાતત્વવિદોને બૌદ્ધકાલિન 2700થી વધુ અન્ય કલાકૃતિઓ પણ મળી છે.તેમાં સિક્કા, અંગુઠીઓ, વાસણો અને યૂનાનના રાજા મિનેન્દરના કાળની ખરોષ્ઠી ભાષામાં લખેલી સામગ્રી પણ સામેલ છે. ઈટાલિયન વિશેષજ્ઞોએ ભરોસો વ્યક્ત કર્યો છે કે સ્વાત જિલ્લાના ઐતિહાસિક બાજીરા શહેરમાં ખોદકામ દરમિયાન વધુ પુરાતાત્વિક સ્થાન મળવાની શખ્યતા છે. પાકિસ્તાનમાં ઈટાલીના રાજદૂત આંદ્રે ફેરારિસે પત્રકારોને કહ્યુ છે કે પાકિસ્તાનમાં પુરાતાત્વિક સ્થાન વિશ્વના વિભિન્ન ધર્મો માટે ઘણાં મહત્વપૂર્ણ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW