લખનૌ, રવિવાર
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં લઘુમતી મંત્રી મોહસિન રજાએ કહ્યુ છે કે તેઓ મુસ્લિમ સમાજમાંથી આવે છે. પરંતુ તેમનાથી મોટા હિંદુત્વવાદી કોઈ નથી. એક ખાનગી કાર્યક્રમમાં ઉન્નાવ પહોંચેલા મોહસિન રઝાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા હિંદુ અને હિંદુત્વવાદી શબ્દોની વ્યાખ્યા પર ખુલીને પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
તેમણે કહ્યુ છે કે મોહસિન રજા હિંદુત્વવાદી છે, હિંદુસ્તાનમાં રહે છે, હિંદુત્વવાદી છે. તેમણે કહ્યુ છે કે હિંદુત્વવાદી તે હશે જે હિંદુ સંસ્કૃતિને જીવતો હોય. હિંદુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને માનતા હોય. હું મુસ્લિમ સમાજમાંથી આવું છું. મારાથી મોટો હિંદુત્વવાદી કોઈ નથી.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગત કેટલાક દિવસોથી પોતાની દરેક રેલીઓમાં હિંદુ અને હિંદુત્વવાદીનો ફરક સમજાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ શનિવારે અમેઠીમાં કહ્યુ હતુ કે હિંદુ સત્ય માટે લડે છે. જ્યારે હિંદુત્વવાદી નફરત ફેલાવે છે. તેમણે મહાત્મા ગાંધીને હિંદુ અને નાથૂરામ ગોડસેને હિંદુત્વવાદી ગણાવ્યો હતો. મોહસિન રઝાએ તેમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
મોહસિન રજાએ કહ્યુ છે કે જો આપણે સર્વસમાજને લઈને ચાલવાનું છે, તો આપણે હિંદુત્વવાદી હોવા જોઈએ. કારણ કે હિંદુત્વવાદી તે છે જે હિંદુ સંસ્કૃતિને જીવતો હશે. હિંદુ સંસ્કૃતિ અને હવે સનાતન સંસ્કૃતિને માનતો હશે. તેમણે કહ્યુ છે કે હું મુસ્લિમ સમાજમાંથી આઉં છું, પરંતુ મારાથી મોટો હિંદુત્વવાદી કોઈ નથી. મોહસિન રજાએ કહ્યુ છે કે રાહુલ ગાંધીને એ જ ખબર નથી કે આપણી સંસ્કૃતિ હિંદુ છે. એક-એક વ્યક્તિ આ સંસ્કૃતિમાં જીવી રહ્યોછે, તો તે હિંદુત્વવાદી જ હશે.
યોગી સરકારમાં મંત્રી મોહસિન રજાએ કહ્યુ છે કે જો તમે અપરાધીઓની સાથે રહો છો, તમે આતંકવાદીઓની સાથે રહો છો, તમે આતંકવાદી માનસિકતાના લોકો સાથે રહો છો, તો તમારો વિચાર બીજો હોઈ શકે છે. માટે હિંદુત્વવાદી લોકો તમને પસંદ નથી, પરંતુ આતંકવાદી પસંદ છે.
મોહસિન રજાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિકટવર્તીઓના ઘરે પડેલા દરોડા બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે કે યોગી સરકારમાં અપરાધીઓ પર લગામ છે, ત્યારે અખિલેશ યાદવ પરેશાન છે. આ લોકો અપરાધીઓને મહિમામંડિત કરે છે. ઈન્કમટેક્સની જે કાર્યવાહી થઈ રહી છે, તે કાયદેસરની છે. આ લોકો આના પર સવાલ ઉઠાવે છે. તેમણે કહ્યુ છે કે આ લોકો આતંકવાદીઓને પકડવા પર પોલીસ પર પ્રશ્ન ઉભા કરે છે. આ બધું અંગત સ્વાર્થ પર આધારીત પરિવારવાદ પર ચાલનારી પાર્ટીઓ હતી, હવે આવા પક્ષોનો સમય સમાપ્ત થઈ ચુક્યો છે.

