અમેઠી, શનિવાર
કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદ દ્વારા પેદા કરવામાં આવેલા વિવાદ બાદ હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે ફરક બતાવવા માટે રાહુલ ગાંધીએ હવે જયપુર બાદ અમેઠીમાં પણ કોશિશ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હિંદુત્વવાદી ગંગામાં એકલો સ્નાન કરે છે, જ્યારે હિંદુ કરોડો લોકો સાથે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેમણે પહેલીવાર કોઈને ગંગામાં એકલા સ્નાન કરતા જોયા. રાહુલ ગાંધીનો ઈશારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ હતો, જેમણે તાજેતરમાં જ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પહલે ગંગામાં ડૂબકી લગાવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે અમે જોયું છે કે વડાપ્રધાનજીએ ગંગામાં સ્નાન કર્યું. પહેલીવાર મે જોયું કે એક વ્યક્તિ ખુદ ગંગામાં સ્નાન કરી રહ્યો છે. મે ક્યારેય જોયું નથી. ઈતિહાસમાં ક્યારેય નથી થયું કે એક વ્યક્તિ જઈને, બાકી સૌને હટાવી દીધા. યોગીજીને હટાવી દીધા, રાજનાથસિંહને બહાર ફેંકી દીધા, નહીં ભૈયા. આખી દુનિયાએ જોયું કે એક વ્યક્તિ એકલા ગંગામાં સ્નાન કરી રહ્યા છે અને કોઈ કરી શકતું નથી.
આ દરમિયાન મંચની આગળ ઉભેલા લોકોએ કેટલીક ટીપ્પણી કરી, તો રાહુલ ગાંધીએ કહ્યુ કે હું વધારે નહીં બોલું, એ તમે જોયું શું થયું શું નહીં. રાહુલ ગાંધીએ હસતા-હસતા કહ્યુ હતુ કે તમને યાદ હશે, જ્યારે નરેન્દ્ર મોદીજી નાના હતા, ત્યારે મગરમચ્છ સાથે લડાઈ લડી હતી. મને તો લાગતું હતું તરતા પણ નથી આવડતું, એ અલગ વાત છે. તે દિવસે આમ હાથ ફેલાવી-ફેલાવી ને…

