HomeNationalકોરોનામાંથી રિકવર થનારાઓની સંખ્યા નવા કેસોથી વધારે, માત્ર 84 હજાર એક્ટિવ કેસ

કોરોનામાંથી રિકવર થનારાઓની સંખ્યા નવા કેસોથી વધારે, માત્ર 84 હજાર એક્ટિવ કેસ

નવી દિલ્હી, શનિવાર

  ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના ચેપના 7145 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના વધતા કેસોની વચ્ચે રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના નવા મામલાની સરખામણીમાં ઠીક થનારા દર્દીઓની સંખ્યા વધારે છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે, દેશમાં ગત 1 દિવસમાં કોરોનાના 8706 દર્દીઓ રિકવર થયા છે.

  અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 3 કરોડ 41 લાખ 71 હજાર 471 દર્દીઓ ઠીક થયા છે. કોરોનાથી રિકવર થનારાઓનો દર 98.38 ટકા છે, જે સતત માર્ચ-2020 બાદથી પોતાના ઉચ્ચત્તમ સ્તર પર બનેલો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. હાલ દેશમાં કોરોનાના 84 હજાર 565 એક્ટિવ કેસ છે. જે ગત 569 દિવસમાં સૌથી ઓછા છે. આ સંખ્યા દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસના 0.24 ટકા છે. ગત એક દિવસમાં કોરોનાના 289 દર્દીઓઓના મોત પણ થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કારણે 4 લાખ 77 હજાર 158 દર્દીઓએ દમ તોડયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW