મોરબીના રવાપર નદી ગામ નજીક આવેલ એક એક ફેકટરીમાં કામ કરતો યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો અને ગત 16 ડીસેમ્બરના રોજ તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.
મોરબીના રવાપર નદી ગામની સીમમાં ભરતનગર આઈટીઆઈ નજીક આવેલ એક્સપર્ટ બોર્ડ નામની ફેકટરીમાં કામ કરતા અર્જુનલાલ લાલુભાઈ યુવક ગત ૩ ડીસેમ્બરના રોજ ફેકટરીમાં અકસ્માતે દાઝી ગયો હતો જેથી સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જોકે યુવક ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેનું મોત નીપજ્યું હતું યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે વધુ તપાસ એએસઆઈ આર બી વ્યાસ ચલાવી રહ્યા છે.

