મોરબીના બેલા રોડ પર આવેલ ગોડવીન સીરામીક મજુરી કરતા એક બદ્રીલાલ વર્મા નામના પરપ્રાંતીય શ્રમિક પાંચ વર્ષની બાળકી અનન્યાબેનને તાવ અને ઉધરસની તકલીફ હોવાથી એ માતાએ દવા પીવડાવી હતી.અકસ્માતે આ ગોળી શ્વાસનળીમાં ફસાઇ ગઈ હતી જેમાં બાળક શ્વાસ લઇ શકયું ન હતું. ચિંતાતુર પરિવાર બાળકીને હોસ્પિટલમાં લઇ જવા દોટ મૂકી હતી. પરિવાર કઈ સમજે તે પહેલા બાળકીએ પ્રાણ ત્યજી દીધા હતા બનાવ બાદ બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબ ડોકટર ચિરાગ સાકયા એ મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે એડી મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ એમ ઝાપડિયા ચલાવી રહ્યા છે પાંચ વર્ષના બાળકના અચાનક મોત થવાથી શ્રમિક પરિવારમાં શોક ની લાગણી પ્રસરી ગઇ હતી .

