HomeNationalલડાખમાં ચીને 1000 કિ.મી. જમીન હડપી, ધ્યાન ભટકાવી રહ્યા છે પીએમ મોદી...

લડાખમાં ચીને 1000 કિ.મી. જમીન હડપી, ધ્યાન ભટકાવી રહ્યા છે પીએમ મોદી : અમેઠીમાં રાહુલ ગાંધીનું સરકાર પર નિશાન

અમેઠી, શનિવાર

  યુપીમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ગઢ ઘણાતા અમેઠીમાં ફરીથી પ્રભાવ પાથરવાની તૈયારીમાં છે. તેના માટે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અમેઠી પહોંચ્યા છે. અહીં બંને નેતાઓ 6.5 કિલોમીટરની પદયાત્રા કરવાના છે. જેથી અમેઠીમાં ગુમાવેલો જનાધાર ફરીથી પ્રાપ્ત કરી શકાય. રાહુલ અને પ્રિયંકા પદયાત્રામાં ભાગ લેવા માટે અમેઠી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ પદયાત્રા શરૂ કરતા પહેલા કેન્દ્રની મોદી સરકાર પર મોંઘવારી અને બેરોજગારીને લઈને નિશાન સાધ્યા છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર હિંદુ અને હિંદુત્વને લઈને નિવેદન આપ્યું છે. આના પહેલા જયપુરની મોંઘવારી વિરોધી રેલીમાં પણ રાહુલ આના સંદર્ભે ટીપ્પણીઓ કરી ચુક્યા છે અને તેના કારણે તેઓ ભાજપના નિશાને છે.

  અમેઠી પહોંચતા પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને રાજ્યની યોગી સરકારને નિશાન બનાવતા કહ્યુ છે કે જનતામાં સરકાર વિરુદ્ધ આક્રોશ છે. રાહુલ ગાંધીએ લખ્યુ છે કે અમેઠીની દરેક ગલી આજે પણ એવી જ છે- માત્ર જનતાની આંખોમાં હવે સરકાર માટે આક્રોશ છે. દિલોમાં આજે પણ પહેલેથી સ્થાન છે- આજે પણ એક છીએ અમે, અન્યાયની વિરુદ્ધ.

  રાહુલ ગાંધીએ કહ્યુ છે કે મે રાજસ્થાનમાં કહ્યુ કે હિંદુ અને હિંદુત્વવાદીને લઈને નિવેદન આપ્યું. હિંદુ હંમેશા પોતાની જિંદગી સચ્ચાઈની રાહ પર ચાલે છે અને સચ્ચાઈ માટે લડવા માટે લાગેલો રહે છે. હિંદુ ડરની સામે ઝુકતો નથી. તે હિંદુ હોય છે. હિંદુત્વવાદી હોય છે, તે જૂઠ્ઠાણાની રાજનીતિ કરે છે. તેનું કામ માત્ર જૂઠ્ઠાણાનો પ્રયોગ કરવાનો છે અને જનતાથી સત્તા છીનવવી તેનું કામ હોય છે. રાહુલ ગાંધીએ કહ્યુછે કે ગાંધીએ કહ્યુ હતુ કે હિંદુનો માર્ગ સત્યાગ્રહનો હોય છે.

  રાહુલ ગાંધીએ કહ્યુ છે કે મોંઘવારીનો જવાબ કેન્દ્રની મોદી સરકાર નહીં આપે. નાના કારોબારી આ દેશને રોજગાર આપે છે. તેના પર નરેન્દ્ર મોદીએ આક્રમણ કર્યું છે. પહેલા હુમલો તેમણે નોટબંધી અને બીજો હુમલો તેમણે જીએસટીથી કર્યો. જ્યારે ત્રીજો હુમલો કોરોનાકાળમાં કોઈપણ પ્રકારની મદદ નહીં આપીને કર્યો. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે નરેન્દ્ર મોદી ત્રણ કૃષિ કાયદા લઈને આવ્યા હિંદુસ્તાનના ખેડૂત એકસાથે ઉભા થયા અને એક વર્ષ બાદ વડાપ્રધાન મોદી કહે છે કે તેમનાથી ભૂલ થઈ ગઈ। રાહુલ ગાંધીએ કહ્યુ છે કે અમે સરકારને સવાલ પુછયો કે 700 ખેડૂતો શહીદ થયા અને શું તમે ખેડૂતોને વળતર આપ્યું. મોદી સરકારનું સૂત્ર છે, અમે બે – અમારા બે. મોદી સરકાર આ બે મૂડીપતિઓની મદદ કરે છે અને તેઓ નરેન્દ્ર મોદીની મદદ કરે છે.

   રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશમાં બે મૂડીપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્કેટિંગ કેર છે. તેમણે કહ્યુ છે કે ક્યારેક મોદી ગંગામાં સ્નાન કરતા હયો છે, ક્યારેક ક્યારેક કેદારનાથ ચાલ્યા જાય છે. ક્યારેક તેમનું વિમાન હાઈ પર લેન્ડ કરે છે. નરેન્દ્ર મોદી અને યોગી જનતાનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. તેમણે કહ્યુ છે કે આજે લડાખમાં ચીનની સેનાએ હિંદુસ્તાનની 1000 કિલોમીટર જમીન છીનવી લીધી છે, પરંતુ પીએમ મોદી ચુપ છે અને તેનો ખુલાસો સંરક્ષણ મંત્રાલયે કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW