HomeGujaratમધ્યપ્રદેશની 18 વર્ષીય યુવતી પતિ અને માતા સાથે ઝઘડો થતાં ગુજરાતના આ...

મધ્યપ્રદેશની 18 વર્ષીય યુવતી પતિ અને માતા સાથે ઝઘડો થતાં ગુજરાતના આ શહેરમાં આવી પહોચી, પછી શું થયું ?

જામનગર, શનિવાર

  જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં તા.16ના સાંજના 7 વાગ્યાના સમયે એક સામાજિક કાર્યકરે 181માં ફોન કરીને જણાવ્યું હતું કે, ‘ગામમાંથી એક યુવતી મળી આવી છે. 18 વર્ષની આ યુવતીએ કૂવામાં પડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યાે છે અને તે મધ્યપ્રદેશના શોટીગોલાની હોવાનું જણાવ્યું છે. હાલ તેનું અહી કોઈ નથી તેમ જણાવે છે.’ આ સમાચાર મળતાની સાથે જ 181ની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને યુવતીનો કબજો સંભાળી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

  જામજોધપુરના સમાણા ગામમાં 18 વર્ષની તરૂણી ગામમાં મળી આવતા તેની જાણ 181ની ટીમને કરવામાં આવતા ટીમના કાઉન્સેલર પોપટ પૂર્વી, કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળે પહોંચીને તેણીનો કબજો સંભાળી પુછપરછ હાથ ધરવામાં આવતા પતિ સાથે અણબનાવ અને પતિ દ્વારા તું ગમતી નથી અને તારા હાથનું જમવાનું ભાવતું નથી તેવું વારંવાર કહેવામાં આવતું હતું અને માતા સાથે ઝઘડો થતા એમપીથી જામનગર પહોચી ગઇ હોવાનું સામે આવ્યું હતું.

   સમાણાં ગામના સામાજિક કાર્યકરે આ યુવતીને આશરો આપેલ તેમજ કપડાં અને જમવાનુ પણ આપ્યું હતું અને 181ની ટીમ પહોચે ત્યાં સુધી તેને સાચવી હતી. યુવતીને હાલ આશ્રયની જરૂરિયાત લાગતા 181ની અભયમ ટીમે આ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવાનો નિર્ણય લીધો જેથી તેને આશ્રય મળી રહે અને યુવતી ત્યાં સુરક્ષિત રહે તેથી ત્યાં રાખવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW