નવી દિલ્હી, શનિવાર
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસ 8 હજારથી ઓછા આવી રહ્યા છે. પરતુ આ આંકડો વધવાની શક્યતા છે. નેશનલ કોવિડ-19 સુપર કમિટીનું આકલન છે કે આગામી વર્ષની શરૂઆતમાં ઓમિક્રોનના કારણે કોરોનાના ચેપની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. ફેબ્રુઆરીમાં તે પીક પર હશે. આ કમિટીના પ્રમુખ વિદ્યાસાગરે કહ્યુ છે કે ભારતમાં ઓમિક્રોન ત્રીજી લહેર લાવશે, પરંતુ તે બીજી લહેરથી હળવી હશે.
એએનઆઈ સાથેની વાતચીતમાં વિદ્યાસાગરે કહ્યુ છે કે આગામી વર્ષની શરૂઆતમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે. દેશમાં મોટા પ્રમાણમાં રહેલી ઈમ્યુનિટીને કારણે બીજી લહેરના મુકાબલે ત્રીજી લહેર હળવી રહેવી જોઈએ. તીસરી લહેર નિશ્ચિતપણે આશે. આ સમયે આપણા દેશમાં દરરોજ લગભગ 7500 કેસ આવી રહ્યા છે. ડેલ્ટા વેરિએન્ટનું સ્થાન જ્યારે ઓમિક્રોન પ્રભાવીપણે લઈ લેશે તો આ સંખ્યા વધશે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ છે કે આ વાતની સંભાવના ઓછી છે કે ભારતમાં બીજી લહેરના મુકાબલે વધારે દૈનિક કેસ આવશે. તેમણે કહ્યુ છેકે આ વાતની બેહદ ઓછી સંભાવના છે કે ત્રીજી લહેરમાં બીજી લહેરથી વધારે કેસ આવશે. યાદ રાખો કે ભારત સરકારે ફ્રન્ટલાઈન વર્કર્સને છોડીને આમ ભારતીયોના રસીકરણની શરૂઆત 1 મેથી કરી હતી. તે સમયે ડેલ્ટા વેરિએન્ટ આવ્યો જ હતો. માટે ડેલ્ટા વેરિએન્ટે તે વસ્તી પર હુમલો કર્યો, જેમાં ફ્રન્ટલાઈન વર્કર્સને બાદ કરતા તમામ વેક્સિનથી વંચિત હતા. વિદ્યાસાગરે કહ્યુ છે કે સીરો સર્વે પ્રમાણે,ઘણાં ઓછા લોકો એવા બજ્યા છે જે ડેલ્ટા વાયરસના સંપર્કમાં આવ્યા નથી. તમણે કહ્યુ છે કે હવે અમારો સીરો-પ્રીવલેન્સ 75થી 80 ટકા છે, 85 ટકા પુખ્તોને રસનો પહેલો ડોઝ મળી ચુક્યો છે. 55 ટકાને રસીના બંને ડોઝ લાગી ચુક્યા છે. તો ત્રીજી લહેરામાં દૈનિક મામલા બીજી લહેરની જેમ નહીં જોવા મળે. આપણે તે અનુભવના આધારે આપણી ક્ષમતાનું નિર્માણ પણ કર્યું છે, માટે આપણને મુશ્કેલી પડવી જોઈએ નહીં.

