HomeNationalInter Nationalયુએનમાં અફઘાનિસ્તાનના રાજદૂતે તાલિબાનોના દબાણમાં આપ્યું રાજીનામું

યુએનમાં અફઘાનિસ્તાનના રાજદૂતે તાલિબાનોના દબાણમાં આપ્યું રાજીનામું

ન્યૂયોર્ક, શનિવાર

   સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનની પૂર્વ સરકારના રાજદૂત ગુલામ ઈસાકજઈએ હાલની તાલિબાન સરકાર દ્વારા તેમના સ્થાને પોતાના રાજદૂતને નિયુક્ત કરવાની કોશિશો વચ્ચે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. યુએના પ્રવક્તા ફરહાન હકે કહ્યુ છે કે ઈસાકજઈએ 16 ડિસેમ્બરે યુએનને જણાવ્યુ કે તેમણે એક દિવસ પહેલા પોતાનું પદ છોડી દીધું છે.

  યુએનમાં અફઘાનિસ્તાનના મિશને ટ્વિટ કરીને જણાવ્યું છે કે નસીર ફૈક અસ્થાયી પ્રભારી રાજદૂત તરીકેની જવાબદારી નિભાવશે. મિશને કહ્યું છે કે તે યુએનમાં પોતાના લોકોની ચિંતાઓ અને કાયદેસરની માગણીઓને ઉઠાવતા રહેશે. મહત્વપૂર્ણ છે કે તાલિબાન નેતા લાંબા સમયથી પોતાના પ્રતિનિધિ મોહમ્મદ સુહૈલ શાહીનને આ પદ પર નિયુક્ત કરવાની કોશિશ કરી રહ્યા હતા. યુએનમાં તાલિબાનના પસંદનો ડિપ્લોમેટ નહીં રહેવાને કારણે તેઓ ભડક્યા હતા. સુહૈલ શાહીને આ મામલે કહ્યુ હતુ કે યુએનએ પોતાની તટસ્થતા સાબિત કરવી જોઈએ અને અફઘાનિસ્તાનની હાલની સરકારને આ બેઠક આપવી જોઈએ.

  યુએમાં ડિપ્લોમેટ રહેલા ઈસાકજઈને ગતક જૂમાં તત્કાલિન અફઘાનિસ્તાની રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ નિયુક્ત કર્યા હતા. તેમની સરકારને તાલિબાને 15 ઓગસ્ટે અમેરિકા અને નાટો સૈનિકોની અચાનક વાપસી વચ્ચે હટાવી દીધી હતી. તાલિબાને આ પદ પર રહેવા માટે ઈસાકજઈની શાખને પડકારી હતી. યુએનની મહાસભા દ્વારા આના સંદર્ભે કોઈ પગલું નહીં ઉઠાવવાથી ઈસાકજઈ પદ પર બનેલા હતા. ઈસાકજઈએ આના પર હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW