રાજ્યમાં વેકસીન અભિયાન ચાલી રહ્યું છે.સરકાર વધુને વધુ લોકોને વેકસીન આપવા સરકાર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.જેના કારણે આરોગ્ય વિભાગ ના કર્મચારીઓને ટાર્ગેટ આપવામા આવી રહ્યા હોય અને આ ટાર્ગેટ પુરા કરવા અવનવા રસ્તા અપનાવી રહ્યા છે. અગાઉ મોરબી શહેરમાં મૃત વ્યક્તિના નામે વેક્સીન આપાઈ હોવાનું સામે આવ્યું હતું તો આજે હળવદ તાલુકાના માથક ગામના ખોડાભાઈ હેમુભાઈ કોળી નામના 27 વર્ષના યુવકને ગત 27 ઓગસ્ટના રોજ ખરેડા પીએચસી સ્ટાફ દ્વારા પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો . મોબાઇલ પર ગત 14મીના રોજ માંડલ ગામની પીએચસી માંથી બીજો ડોઝ લીધા હોવાનો મેસેજ આવ્યો હતો. જોકે યુવાને હાલ બીજો લીધો ન હતો.યુવાનને વેકસીન મેસેજ આવતા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી છતી થઈ છે.એક તરફ લોકો વેકસીનનો ડોઝ લેવા જઈ રહ્યા નથી બીજી તરફ જિલ્લામાં વેકસીનના ટાર્ગેટ પૂરો કરવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે.જેના કારણે આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે.

