HomeGujaratગુજરાતની શાળાઓમાં ફેલાઇ રહ્યો છે કોરોના, વલસાડ, સુરત અને વડોદરા શહેરમાં સ્કૂલોમાં...

ગુજરાતની શાળાઓમાં ફેલાઇ રહ્યો છે કોરોના, વલસાડ, સુરત અને વડોદરા શહેરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યાં

અમદાવાદ, શુક્રવાર

  ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોના વધી રહ્યો છે.વલસાડ, સુરત અને વડોદરા શહેરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યાં છે.WHO એ કહ્યું કે, 2022ના અંત સુધીમાં કોરોના સામાન્ય ફ્લૂમાં ફેરવાઈ જશે. પરંતુ હાલ શિયાળામાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં એક તરફ ઓમિક્રોમના પાંચ કેસ નોંધાયા છે, તો બીજી તરફ કોરોનાના કેસ મોટાભાગના શહેરોમાં વધી રહ્યા છે.

  ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે આશ્ચર્યજનક રીતે બાળકો તેનો શિકાર બની રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ માંડ માંડ શિક્ષણ થાળે પડી રહ્યું છે. વિદ્યાર્થીઓ ઉત્સાહથી સ્કૂલે જવાનો આનંદ માણી રહ્યાં છે. ત્યારે હવે સ્કૂલોમાં કોરોના વકરી રહ્યો છે. જેને કારણે હવે ટપોટપ શાળાઓબંધ થવા લાગી છે. સુરત, વડોદરા અને વલસાડની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. જેને કારણે આખેઆખી શાળા બંધ કરવાની ફરજ પડી રહી છે.

 ‌ વડોદરાની નવરચના સ્કૂલમાં ગઈકાલે કોરોનાનો કેસ આવ્યા બાદ આજે સંત કબીર સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સ્કૂલના શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પ્રાઈમરી વિભાગમાં ડાન્સ ટીચર તરીકે કામ કરતાં શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટે આ અંગે વાલીઓને મેસેજ કરી જાણકારી આપી હતી. જેના બાદ 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે. સુરતમાં તાજેરમાં ભૂલકાં વિહારના ધોરણ 9 ના વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તો સુરતની સંસ્કાર ભારતી સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. ધો 10 અને ધો 8 માં અભ્યાસ કરતાં સગા ભાઈ-બેન પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત વલસાડ તાલુકા ખાતે આવેલી સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. તો ચીખલી તાલુકાના કાગવાઈ ગામમાં આવેલ શાળાની વિદ્યાર્થીની પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW