નવી દિલ્હી, શુક્રવાર
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ પુષ્પા વી. ગનેડીવાલાના નામની ભલામણ બોમ્બે હાઈકોર્ટને સ્થાયી ન્યાયાધીશ તરીકે નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જસ્ટિસ ગનેડીવાલા તે જ જજ છે, જેમના એક ચુકાદાને કારણે ઘણો વિવાદ સર્જાયો હતો. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે જો પીડિતા અને આરોપી વચ્ચે સ્કીન-ટૂ-સ્કીન ટચ થયો નથી, તો તેને યૌન અપરાધ માનવામાં નહીં આવે.
જસ્ટિસ ગનેડીવાલા હાલ બોમ્બે હાઈકોર્ટના અધિક ન્યાયાધીશ છે. કોલેજિયમના આ નિર્ણયનો અર્થ છે કે તેમને પાછા જિલ્લા અદાલતમાં મોકલવામાં આવશે. હાઈકોર્ટમાં નિયુક્તિઓનો નિર્ણય લેનારા કોલેજિયમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમના, ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ સામેલ છે. હાઈકોર્ટમાં અધિક ન્યાયાધીશોની નિયુક્તિ બંધારણના અનુચ્છેદ- 224(1) હેઠળ સીધા બાર અથવા રાજ્ય અદાલતમાંથી બે વર્ષથી વધુ સમય માટે કરવામાં આવતી નથી. તેમની સેવાનિવૃત્તિની વય 62 વર્ષ છે.
1969માં મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના પરતવાડામાં જન્મેલા જસ્ટિસ ગનેડીવાલાને 2007માં જિલ્લા જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2019માં તેમને નાગપુરમાં બોમ્બે હાઈકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની મંજૂરી2018માં તેમના નિર્ણયને ટાળ્યા બાદ આવી હતી.
તેમનું નામ પહેલીવાર નવેમ્બર-2017માં હાઈકોર્ટે સૂચવ્યું હતું અને સપ્ટેમ્બર-2018માં રાજ્યના પાંચ અન્ય ન્યાયિક અધિકારીઓ સાથે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ આવ્યું હતું. તત્કાલિન સીજેઆઈ દીપક મિશ્રા, જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ મદન લોકુરના કોલેજિયમે તેમની ઉમેદવારીને ટાળી દીધી હતી. કોલેજિયમને ત્યારે બોમ્બે હાઈકોર્ટના જજો દ્વારા અસંમતિની બે મજબૂત નોટ મળી. તેમા નિયુક્તિ મામલે સલાહ લેવામાં આવી હતી. તેમ છતાં તેમણે 2019માં તત્કાલિન સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ એ. કે. સીકરી અને જસ્ટિસ એસ. એ. બોબડેના એક કોલેજિયમ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ ગનેડીવાલાએ એક ચુકાદો આપ્યો હતો. તેના પ્રમાણે, જો આરોપી અને પીડિત વચ્ચે કોઈ સીધો શારીરિક સંપર્ક, અથવા સ્કીન ટૂ સ્કીન ટચ નથી થયો, તો પોક્સો અધિનિયમની કલમ-7 હેઠળ યૌન ઉત્પીડનના અપરાધ શ્રેણીમાં આવશે નહીં. જો કે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના ચુકાદાને નામંજૂર કર્યો હતો.
બોમ્બે હાઈકોર્ટના કોલેજિયમે જુલાઈમાં સ્થાયી ન્યાયાધીશની નિયુક્તિ કરવા માટે પાંચ અધિક ન્યાયાધીશોના નામની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુરુવારે એક નિવેદનમાં કહ્યુ હતુ કે ત્રણ ન્યાયાધીશો (જસ્ટિસ માધ જયજીરાવ જામદાર, જસ્ટિસ અમિત બી. બોરકર અને જસ્ટિસ દત્તાત્રેય કુલકર્ણી)ની સ્થાયી સ્થાયી ન્યાયાધીશ તરીકે નિયુક્તિ માટે ભલામણ કરવામાં આવી છે અને જ્સિટસ અભય આહૂજાના કાર્યકાળને એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે.

