ગાંધીનગર, શુક્રવાર
હેડકલાર્ક પેપરલીક કેસમાં પોલીસ એકશનમાં આવી છે, અત્યાર સુધી પેપર લીકનો ઇન્કાર કરનારા અને ફરિયાદ મળશે તો જ પગલા ભરાશે તેવું કહેનારાં વોરાએ સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કરી જાણ કરી છે. પેપરલીક મામલે જે આરોપીઓના નામ સામે આવ્યા છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.બુધવારે જાડેજાએ આ અંગેના પૂરાવા આપીને સરકાર બે દિવસમાં પેપર લીક થયેલું જાહેર કરી પગલાં લે નહીંતર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપતાં હવે સરકાર પણ હરકતમાં આવી છે.
ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરી હિંમતનગર મંગાવામાં આવી છે.આપના નેતા યુવરાજ જાડેજાએ આ મામલો બહાર લાવવાના પ્રયત્નો કર્યાં હતાં અને ગૌણ સેવા મંડળને પેપર લીક થયાંની જાણકારી આપી હતી છતાં તેને મંડળે અવગણ્યો હતો.ત્યારે અસિત વોરાએ સાબરકાંઠા SPને મેઈલ કર્યો છે જે બાદ SPએ LCBને તપાસ સોંપતા આજે ફરિયાદ દાખલ થાય તેવું લાગી રહ્યું છે.
હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા હતા. 2 વાગ્યે પેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે ઓથેન્ટિંગ પુરાવા આપો. હવે તેઓ કયા પુરાવાને ઓથેન્ટિંગ માને છે તે અમને નથી ખબર. આ પેપર લીકની તપાસમાં GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા છે, તેથી તપાસમાંથી અસિત વોરા ને દૂર કરવામાં આવે એવી માંગ છે. અમે અસિત વોરાને તપાસથી દુર કરીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અસિત વોરા અધ્યક્ષ હતા ત્યારે અનેક કૌભાંડ થયા છે. અસિત વોરાને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવે.

