HomeNationalInter Nationalતાલિબાનોને સત્તા ગુમાવવાનો ખતરો દેખાય રહ્યો હોવાનો રશિયન ડિપ્લોમેટનો દાવો, જણાવ્યું કારણ

તાલિબાનોને સત્તા ગુમાવવાનો ખતરો દેખાય રહ્યો હોવાનો રશિયન ડિપ્લોમેટનો દાવો, જણાવ્યું કારણ

મોસ્કો, શુક્રવાર

   અફઘાનિસ્તાન માટે રશિયાના રાષ્ટ્રપ્રમુખના વિશેષ સહયોગી જમીર કાબુલોવે કહ્યુ છે કે જો તાલિબાન એક સમાવેશી સરકાર બનાવતા નથી, તો તે કાબુલમાં સત્તા ખોવાનું જોખમ ઉઠાવશે. મહત્વપૂર્ણ છેકે ઓગસ્ટમાં જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે,ત્યારથી તાલિબાન શાસન સમાવેશી સરકારના પોતાના વાયદાને નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે.

   કાબુલોવે રશિયાની ન્યૂઝ એજન્સી સ્પૂતનિક સાથેની વાતચીતમાં કહ્યુ છે કે એથનિક રાજકીય સમાવેશની જરૂરત છે. જો તાલિબાન આ પ્રકારનું કામ કરતા રહેશે, તો જલ્દીથી સત્તા ગુમાવી શકે છે. તેમણે સમાવેશી સરકાર બનાવવી પડશે. અમે આ વાતને કોઈપણ અલ્ટીમેટમ વગર અને શાંતિથી કહીએ છીએ કે બસ કરો. પરંતુ તેમણે આ કામ કરવું પડશે.

   મહત્વપૂર્ણ છે કે દુનિયાના ઘણાં દેશોએ તાલિબાન શાસનને ઘણીવાર અફઘાનિસ્તાનમાં સમાવેશી સરકાર બનાવવાની અપીલકરી છે. પરંતુ તાલિબાને હજી સુધી આનાથી અંતર બનાવ્યું છે. અમેરિકા, ફ્રાંસ સહીત ઘણાં દેશો પાસેથી હજી સુધી તાલિબાનને રાજદ્વારી માન્યતા મળી નથી. આ દેશોનું કહેવું છે કે જ્યાં સુધી તાલિબાન સમાવેશી સરકાર નહીં બનાવે. લઘુમતીઓ અને મહિલાઓને પુરો અધિકાર નહીં આપે, માનવાધિકારના મામલાને બહેતર રીતે ડીલ નહીં કરે, ત્યાં સુધી તાલિબાનની સરકારને માન્યતા આપી શકાય નહીં. કાબુલોવે કહ્યુ છે કે અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશોએ અફઘાનિસ્તાનની સ્થિતિ માટે પુરી નાણાંકીય જવાબદારી લેવી જોઈએ. મોસ્કો પણ પ્રાથમિકતા પર માનવીય સહાયતા કરી રહ્યુ છે. અમે 18 ડિસેમ્બરથી અફઘાનિસ્તાનમાં માનવીય સહાયતાની વધુ એક ખેપ મોકલી રહ્યા છીએ।

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW