નવી દિલ્હી, શુક્રવાર
કતરની મહિલા અધિકાર કાર્યકર્તા નૂફ અલ માદીદે કહ્યું હતું કે જો તે સોશયલ મીડિયા પર લખી રહી નથી, તો તે મરી ચુકી છે. નૂફે પોતાના પરિવારથી ખતરો હોવાનું જણાવ્યું હતું. 13 ઓક્ટોબર, 2021 બાદથી જ નૂફે કોઈ પોસ્ટ નાખી નથી.
કતરની મહિલા અધિકાર કાર્યકર્તા નૂફના કેટલાક આખરી ટ્વિટનો હિસ્સો રહેલી પંક્તિઓ આના તરફ ઈશારો કરે છે. તેમાં તેમણે કહ્યું હતું કે મે જિંદગી જીવી. ખુદને કતલ થવાથી બચાવવા માટે જે થઈ શકતું હતું, તે કર્યું. કતર પાછા ફરવાનો મને હજીપણ કોઈ પસ્તાવો નથી. મને સારી રીતે ખબર હતી કે આં થઈ શકે છે. નૂફ સોશયલ મીડિયા પર ઘણાં સક્રિય અને મુખર રહેતા હતા. તે કતરમાં મહિલાઓ સાથે થનારા ભેદભાવના ટીકાકાર હતા. મહિલા અધિકારો માટે સંઘર્ષ કરતા હતા. પોતાની સોશયલમીડિયા પોસ્ટોમાં તેમણે ઘણીવાર આશંકા વ્યક્ત કરી હતી કે તેમની હત્યા થવાની સંભાવના છે. આ આરોપ પણ લગાવાયો હતો કે તેમના પરિવારે પહેલા પણ ત્રણ વખત તેમને મારવાની કોશિશ કરી છે. નૂફે કહ્યું હતું કે જો તેઓ સોશયલ મીડિયામાં લખી રહયા નથી, તો તેનો અર્થ તે મરી ચુક્યા છે. 13 ઓક્ટોબરની સાંજથી નૂફનું સોશયલ મીડિયા એકાઉન્ટ મૌન છે. જેને કારણે માનવાધિકાર સંગઠનો નૂફને લઈને આશંકીત છે. તેમાથી એક સંસ્થા ગલ્ફ સેન્ટર ફોર હ્યુમન રાઈટ્સ નામની એક એનજીઓ ખાડી દેશોમા માવાધિકાર ભંગના કેસ નોંધે છે. જીસીએચઆરનું કહેવું છે કે તેમને મળેલી ખબર પ્રમણે, નૂફની હત્યા કરી દેવામાં આવી છે અથવા તો પછી તેમને બંદી બનાવી લેવાય છે. નૂફે બંધિયાર જિંદગી સામે બંડ પોકાર્યું હતું. તે બ્રિટન અને યુક્રેન ગયા હતા અને બાદમાં પાછા કતરમાં આવ્યા હતા.

